આને કહેવાય ‘સુપર વુમન’, દાનમાં આપ્યા એટલા બધા રૂપિયા કે ટ્રકોની ટ્રકો ભરાઈ જાય

આને કહેવાય ‘સુપર વુમન’, દાનમાં આપ્યા એટલા બધા રૂપિયા કે ટ્રકોની ટ્રકો ભરાઈ જાય

દિગ્ગજ ઓનલાઈન શોપિંગ કંપની એમેઝોન (Amazon)ના સ્થાપક (Amazon Founder) જેફ બેઝોસ (Jeff Bezos) સાથે છુટાછેડા લેનારી પૂર્વ પત્ની (Jeff Bezos Ex Wife) મેકેન્ઝી સ્કોટ (Mackenzie Scott) ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. મેકેન્ઝીએ જાહેરાત કરી છે કે, તે પોતાની સંપત્તિમાંથી લગભગ 4 અબજ ડોલર એટલે કે 31,000 કરોડ રૂપિયાનુ દાન (Donation) કરશે.

જેફ બેઝોસ સાથે છુટાછેડા (Divorce) લીધા બાદ મળેલા વળતરના કારણે મેકેન્ઝી સ્કોટ (Mackenzie Scott) રાતોરાત વિશ્વની સૌથી ધનિક મહિલાઓના (World Richest Woman) લિસ્ટમાં શામેલ થઈ ગઈ હતી. બેઝોસની પૂર્વ પત્ની મેકેન્ઝી આ ધનવાનોની યાદીમાં હાલ 22મા સ્થાને છે. જોકે છુટાછેડા બાદ તેમણે જરુરિયાતમંદ લોકોને સંપત્તિનુ દાન કરવાની જાહેરાત કરી હતી.

જેફ બેઝોસની પૂર્વ પત્ની મેકેન્ઝી સ્કોટે છેલ્લા ચાર મહીનામાં 4.2 અબજ ડોલરનું 384 સંગઠનોને દાન કર્યુ છે. મેકેંઝી દ્વારા કોવિડ-19 દરમિયાન આપવામાં આવેલ આ દાનનો ઉલ્લેખ સ્કોટે પોતાના બ્લોગ પર લખ્યુ હતું કે, તેમની પોસ્ટમાં કરવામાં આવ્યો હતો. મેકેન્ઝીએ તેમણે કહ્યું હતું કે, કોરોનાએ પહેલેથી જ મુશ્કેલી વેઠી રહેલા અમેરિકનો, ખાસ કરીને મહિલાઓ, અશ્વેત અને ગરીબી રેખા નીચે જીવતા લોકોની સમસ્યાઓ વધારી છે પરંતુ અબજોપતિઓની સંપત્તિમાં ઘણો વધારો થયો છે.

છેલ્લા ચાર મહિનામાં તેમણે બીજી વખત આવી જાહેરાત કરી છે. આ પહેલા તેણે 116 સંગઠનોને 1.7 અબજ ડોલર એટલે લગભગ 12000 કરોડ રૂપિયા દાન કર્યા હતાં. હવે મેકેન્ઝીએ ફરી દાન આપવા માટે 384 જેટલા સંગઠનોની પસંદગી કરી છે.

અહીં કરી મદદ

મૈકેન્ઝીએ કહ્યું હતું કે, તેમણે કોવિડ-19 ફેલાયા બાદ આર્થિક રીતે નબળા વર્ગને મદદ કરવા માટે અનેક સંગઠનોને 6 અબજ ડોલરની મદદ કરી હતી. મૈકેન્ઝીએ જુલાઈમાં 116 નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશન્સ,​​​​​​​યુનિવર્સિટીઓ, કમ્યુનિટિ ડેવલપમેન્ટ ગ્રુપ અને લીગલ ઓર્ગેનાઇઝેશન્સને 1.68 અબજ ડોલરની રકમ દાનમાં આપી હતી. ત્યારબાદ તેમણે કોરોનાના કારણે આર્થિક રીતે બરબાદ થયેલા લોકોને તાત્કાલિક મદદ કરવા માટે સલાહકારોની ટીમને 2020માં તેમના દાનનાં કાર્યને ઝડપથી પ્રોત્સાહન આપવા સહાય કરવા કહેવામાં આવ્યું હતુ.

કવી રીતે શોધ્યા જરૂરીયાતમંદ સંગઠનો?

મૈકેન્ઝીએ કહ્યું હતું કે, તેમની ટીમે ખાસ કરીને ખાવા-પીવા માટેની મુશ્કેલીઓ, રંગભેદનો ભોગ બનેલા અને ગરીબી રેખાથી નીચે રહેતા લોકો માટે કામ કરી રહેલ મજબૂત નેતૃત્વ અને પરિણામો આપતા સંગઠનોને ઓળખવા માટે ડેટા આધારિત અભિગમ અપનાવ્યો હતો.

મૈકેન્ઝીની સંપત્તિ કેટલી

બ્લૂમબર્ગ બિલિયનેયર્સ ઇન્ડેક્સ અનુસાર વિશ્વની 18મી સૌથી ધનિક મેકેન્ઝી સ્કોટની સંપત્તિ આ વર્ષે 23.6 અબજ ડોલરથી વધીને 60.7 અબજ ડોલર થઈ છે. આમ થવા પાછળનું સૌથી મોટુ કારણ એમેઝોન ઇંકના મૂલ્યમાં થયેલો વધારો છે. આ વર્ષે તેમનું દાન 6 અબજ ડોલર થયું છે જે રોકફેલર ફિલાન્થ્રોપી એડ્વાઇઝર્સના સીઇઓ મેલિસા બર્મનની સરખામણીએ કોઈ જીવિત વ્યક્તિ દ્વારા આપવામાં આવેલું સૌથી વધુ દાન છે.