વિદેશ જવાની લાલચમાં મહેસાણામાં 325 વ્યક્તિઓ સાથે 6.50 કરોડની છેતરપિંડી

વિદેશ જવાની લાલચમાં મહેસાણામાં 325 વ્યક્તિઓ સાથે 6.50 કરોડની છેતરપિંડી

325 લોકોને કેનેડા મોકલવાની લાલચ આપીને રૂ.6.50 કરોડની છેતરપિંડી કરનાર બંટી બબલી વિરુદ્ધ મહેસાણામાં ફરિયાદ નોંધાઈ છે. આ બંટી બબલીએ લોકોને કેનેડામાં વર્ક પરમીટ પર વિઝા આપવાની લાલચ આપી હતી. એટલું જ નહિ બનાવટી ડોક્યુમેટના મેઈલ પણ કર્યા હતા. જો કે બાદમાં આ ફ્રોડ પતિ પત્નીની પોલ ખુલતા ફરિયાદ નોંધાવા પામી છે.

વિદેશ જવાની લાલચમાં ભલભલા લોકો છેતરાઈ જાય છે. અને તેમને છેતરનારા લોકો પણ એવી રીતે છેતરે છે કે લોકોને છેતરાયાની જાણ શુદ્ધા થતી નથી. મહેસાણામાં નોંધાયેલી એક ફરિયાદ મુજબ મૂળ સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારના પતિ-પત્નીએ લોકોને કેનેડાના વર્ક પરમીટ વિઝા અપાવવાની લાલચ આપીને 325 વ્યક્તિઓ સાથે રૂ.6.50 કરોડની છેતરપિંડી કરી છે.

સમગ્ર ફરિયાદની વિગતો જોઈએ તો, સંદીપ કાપડિયા અને તેની પત્ની અવની કાપડીયાએ ફરીયાદીને કેનેડાના વર્ક પરમીટ વિઝા અપાવવાના બહાના હેઠળ વિશ્વાસઘાત અને છેતરપીંડી કરવાનુકાવતરૂ રચી પોતાની ફર્મ “સ્પેક્ટ્રાઇમીગ્રેશન એન્ડ ઇન્ટરનેશનલટુર્સ” દ્રારા લોકોને કેનેડાના વર્ક પરમીટ વિઝા અપાવવાનો ખોટો ભરોસો આપ્યો હતો. અને જુન 2018થી જાન્યુઆરી-2020 સુધીમાં 325 ગ્રાહકોના વિઝા તેમજ વર્ક પરમીટ મેળવવાની ફીના એડવાન્સ પેટે રૂ.6,50,૦૦,૦૦૦/- લઇ ગ્રાહકોના કેનેડાની કોઇપણ કંપનીએ ઓનલાઇન ઇન્ટરવ્યુ લીધેલ ન હોવા છતાં તેઓના નોકરીના LMIA (LABOUR MARKET IMPECT ASSESSMENT) લેટરHRSDC (HUMAN RESOURCE SKILL DEVLOPMENT CANADA) કેનેડાની ઓથોરાઇઝ એજન્સીના નામના બનાવટી બનાવી મોકલી દીધા હતા. તે બનાવટી છે તેવું જાણવા છતાં ફરીયાદીને ઇ-મેઇલ ઉપર મોકલી આપી તેના આધારે ગ્રાહકોના U.C.I NO( UNIQUE CLIENT IDENTIFIER), વિઝા કન્ફરમેશન પત્ર, મેડીકલ તથા પી.સી.સી. તથા પાસપોર્ટસબમીશનલેટર તથા e-TA વિઝા જેવા દસ્તાવેજો કેનેડા હાઇકમીશન દિલ્હીએ મોકલેલ હોય તે પ્રમાણેના પોતે અગર પોતાના કોઇપણ વ્યક્તિ દ્વારા કોઇપણ સ્થળે બનાવટી બનાવડાવી આરોપીની ઓફિસના ઇમેઇલ એડ્રેસથી ફરીયાદીના ઇમેઇલ એડ્રેસમાં આ બનાવટી દસ્તાવેજો સાચા તરીકે મોકલી આપ્યા હતા.

ગ્રાહકોને કેનેડાના સાચા વિઝા મેળવી અપાવાનો વિશ્વાસ અપાવી વિઝા મેળવી આપેલ નહોતા. જેની ફરીયાદી કેતન દેસાઈએ આરોપી સંદિપ કાપડીયાને પોતાના ગ્રાહકોની ફાઇલો કેન્સલ કરી ફી-પેટે એડવાન્સભરેલા નાણા પરત માગ્યા હતા. જો કે આરોપી સંદિપ કાપડીયાએ રૂ.41,46,428/- પરત કરવા બાબતેનો તા.30/1/2020 નો કેનેડીયન એમ્બેસીનો પણ બનાવટી રીફન્ડકન્ફર્મેશન લેટર મોકલી આપી ફરીથી છેતરપિંડી કરી હતી. અને ફરીયાદીએ પોતાના ગ્રાહકોને વર્ક પરમીટ વિઝા પર કેનેડા મોકલવા માટે એડવાન્સ પેટે આપેલ રકમ પૈકી પોતાના અંગત ઉપયોગમાં વાપરી લઇ ફરીયાદી તથા ફરીયાદીના ગ્રાહકો સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરતા આખરે આ બંટી બબલી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી દેવાઇ છે.