શહીદની બહેનના લગ્નમાં કમાન્ડો મિત્રોએ આપી અનોખી વિદાય, તમારી આંખનો ખૂણો થઇ જશે ભીનો

શહીદની બહેનના લગ્નમાં કમાન્ડો મિત્રોએ આપી અનોખી વિદાય, તમારી આંખનો ખૂણો થઇ જશે ભીનો

બિહારના રોહતાસના રહેવાસી જ્યોતિ પ્રકાશ નિરાલા બે વર્ષ અગાઉ આતંકવાદીઓ સામે થયેલી અથડામણમાં શહીદ થયા હતા. જ્યોતિ એરફોર્સના અશોક ચક્ર સન્માનીત કમાન્ડો હતા. જ્યોતિની બહેના લગ્નમાં તેના મિત્રોએ જે કામ કર્યુ તે જાણીને કોઈનું પણ હ્રદય ભરાઈ આવશે.

જ્યોતિ નિરાલાની બહેનના લગ્નમાં તેમના તમામ સાથી મિત્રો જોડાયા હતા. ધામધૂમથી થયેલા લગ્નમાં જ્યોતિના મિત્રોએ બહેનની વિદાય વખતે જમીન પર તેના પગ નીચે પોતાના હાથ મૂકી દીધા હતા. આ દ્રશ્ય જોઇ ભલભલાના આંખના ખૂણા ભીના થઇ ગયા હતા. 3 એરફોર્સના ગરૂડ કમાન્ડોએ જ્યારે બહેનના પગ નીચે પોતાની હથેળી મૂકીને વિદાય આપી તો સમગ્ર ગામની છાતી ફૂલી ગઈ હતી. કમાન્ડોએ એક બહેનને પોતાના ભાઈની કમી મહેસૂસ થવા દીધી નહોતી.

રોહતાસના બાદીલહડીકના રહેવાસી જ્યોતિ પ્રકાશ નિરાલા બે વર્ષ પહેલાં 18 નવેમ્બર 2017ના રોજ જમ્મુ-કાશ્મીરમાં છ આતંકવાદીઓને મારી શહીદ થયા હતા. તેમને મરણોપરાંત અશોક ચક્રનું સન્માન અપાયું હતું. શહીદ જ્યોતિ પ્રકાશ ચાર બહેનના એકના એક ભાઈ હતા. આ કમાન્ડોએ બહેનના લગ્નનો ખર્ચ પણ ઉપાડ્યો હતો. શહીદના પિતાએ કહ્યું હતું કે તેમને ગર્વ છે કે તેમનો દિકરો હયાત નથી પરંતુ તેના મિત્રોએ દિકરાની ફરજ નિભાવી છે.