અમેરિકા-મેક્સિકો સરહદ પર મળ્યો બાળકીનો મૃતદેહ, ભારતીય હોવાના અનુમાન

અમેરિકા-મેક્સિકો સરહદ પર મળ્યો બાળકીનો મૃતદેહ, ભારતીય હોવાના અનુમાન


અમેરિકા-મેક્સિકો બોર્ડર પર દૂરસ્થ અને ખાલી વિસ્તારમાં સાત વર્ષની એક બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. જેના વિશે એવું માનવામાં આવી રહ્યું છે કે આ બાળકી ભારતીય છે. અમેરિકી રેવેન્યૂ અને બોર્ડર સિક્યોરિટી ડિપાર્ટમેન્ટે આ વિશે માહિતી આપી છે.

અમેરિકી સરહદ પર પેટ્રોલિંગ કરતા અધિકારીઓને એરિજોનાના લુકેવેલથી 27 કિમી દૂર પશ્ચિમમાં બુધવારે એક બાળકીનો મૃતદેહ મળ્યો હતો. ટસ્કન પ્રમુખ પેટ્રોલિંગ એજેન્ટ કહ્યું કે તેમની સંવેદનાઓ એ નાની બાળકી અને તેના પરિવાર સાથે છે. ઉપરાંત એજન્ટે નિવેદનમાં કહ્યું કે માહિતી મુજબ આ બાળક ચાર અન્ય લોકો સાથે મુસાફરી કરી રહી હતી. બાળકીને માનવ તસ્કરોએ સરહદ પર છોડી દીધી હતી. ઉપરાંત તેમને કહ્યું કે આ માહિતી તેમને બે ભારતીય મહિલાઓ સાથે પૂછપરછ બાદ મળી.

પૂછપરછમાં આ મહિલાઓએ જણાવ્યું કે તે અમેરિકા કેવી રીતે પહોંચી અને કેવી રીતે એક મહિલા અને બે બાળકો અમુક કલાક સુધી તેનાથી અલગ રહ્યા. જોકે પેટ્રોલિંગ અધિકારીઓને વધુ તપાસમાં પગના નિશાન મળ્યા છે. જેથી લાગી રહ્યું છે કે બાકીના અન્ય સદસ્ય મેક્સિકો પાછા ફર્યા છે.