Amazonની અમેઝિંગ જોબ ઓફર, રોજ માત્ર 4 કલાક કરો કામ અને મેળવો 70 હજાર રૂપિયા સુધી સેલરી

Amazonની અમેઝિંગ જોબ ઓફર, રોજ માત્ર 4 કલાક કરો કામ અને મેળવો 70 હજાર રૂપિયા સુધી સેલરી

કોરોના વાયરસ માણસોની સાથે અનેક નોકરીઓ (Jobs)ને ભરખી ગયો છે. જેને કારણે લોકોને પોતાનું ઘર ચલાવવામાં પણ તકલીફો પડી રહી છે. પણ હવે ધીમે ધીમે ઈકોનોમી પાટા પર આવતી જાય છે. અને હવે અનેક સારી નોકરીઓ આવવાની છે. દિગ્ગજ ઈ કોમર્સ કંપની એમેઝોન (Amazon)એ હાલમાં જ લગભગ 20 હજાર નોકરીઓનું એલાન કર્યું છે. તમે ઈચ્છો તો એમેઝોન સાથે જોડાઈ શકો છો અને તગડી કમાણી કરી શકો છો. તમે માત્ર 4 કલાકમાં કામ કરીને 70 હજાર રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. એમેઝોનના તમામ શહેરોમાં સેન્ટર છે અને તમને સરળતાથી નોકરી મળી શકે છે.

ડિલિવરી બોયની હશે નોકરી

એમેઝોન તરફથી ડિલિવરી બોયની નોકરીઓ બહાર પાડવામાં આવી છે. ભલે મોટા ભાગના લોકોને આ નોકરી કાંઈક ખાસ ન લાગે. પણ આ કામથી તગડી કમાણી થઈ શકે છે. જો કે, આ નોકરી મેળવવા માટે તમારી પાસે ડિગ્રી હોવી જરૂરી છે. જો સ્કૂલ કે કોલેજ પાસ છે તો પાસિંગ સર્ટિફિકેટ હોવું જરૂરી છે. સાથે જ ડિલિવરી કરવા માટે તમારી પાસે બાઈક કે સ્કૂટર હોવું જોઈએ.

કેટલું કામ અને કેટલી સેલરી?

ડિલિવરી બોયનું કામ તમે ફુલ ટાઈમ પણ કરી શકો છો અને પાર્ટ ટાઈમ પણ. અને તમે ઈચ્છો તો રોજ ફક્ત 4-4 કલાક જ કામ કરીને 70 હજાર રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. એક ડિલિવરી બોયને 4 કલાકમાં 100-150 સુધી પેકેજ ડિલિવરી કરી શકે છે. કંપની તરફથી ડિલિવરી બોયને એક પેકેજને ડિલિવરી કરવા માટે 15-20 રૂપિયા મળે છે. એટલે કે તમે મહિનામાં 60-70 હજાર રૂપિયા સુધીની કમાણી કરી શકો છો.

કેવી રીતે કરશો નોકરી માટે એપ્લાય?

જો તમે પણ એમેઝોનના ડિલિવરી બોયની આ નોકરી માટે એપ્લાય કરવા માગો છો તો તમારે બે રીતે આવેદન કરવું પડશે. કાં તો તમે એમેઝોનના કોઈ સ્ટોર પર જઈને ત્યાં નોકરી માટ આવેદન કરી શકો છો કે ઘરે બેઠાં ઓનલાઈન એપ્લાય કરી શકો છો. https://logistics.amazon.in/applynow લિંક પર જઈને તમે જોબ માટે એપ્લાય કરી શકો છો.