જીવન મંત્ર : સફળતા-અસફળતાનો વિચાર છોડીને પ્રામાણિકતાથી પોતાનું કામ કરશો તો પરેશાનીઓ દૂર થઇ શકે છે

જીવન મંત્ર : સફળતા-અસફળતાનો વિચાર છોડીને પ્રામાણિકતાથી પોતાનું કામ કરશો તો પરેશાનીઓ દૂર થઇ શકે છે

મહાભારતની શરૂઆતમાં પાંડવોની સેનાનો ઉત્સાહ ઓછો હતો, કેમ કે કૌરવોની સેના વધારે વિશાળ હતી

વાર્તા– મહાભારતનું યુદ્ધ શરૂ થવાનું હતું. કૌરવો તરફ ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કર્ણ, અશ્વત્થામા જેવા મહારથી અને અસંખ્ય સૈનિક હતાં. જ્યારે, પાંડવોની સેના કૌરવોની અપેક્ષાએ ખૂબ જ ઓછી હતી. અર્જુન-ભીમ સિવાય થોડાં જ મહારથી પાંડવ સેનામાં હતાં. તે સમયે યુધિષ્ઠિરે પણ તેવું માની લીધું કે પાંડવ કૌરવ સેના સામે વધારે દિવસ સુધી ટકી શકશે નહીં.

સેનાની સ્થિતિ જોઇને તો એવું લાગી રહ્યું હતું કે, આ યુદ્ધમાં કૌરવોનો વિજય થઇ જશે. પાંડવ સેનામાં ઉત્સાહ ઓછો હતો. જેના કારણે પાંડવોની સેના ઉપર નકારાત્મકતા હાવી થઇ રહી હતી. ત્યારે અર્જુને પોતાની સેનાને સમજાવ્યું કે, આપણે સંખ્યામાં ભલે ઓછા છીએ, પરંતુ આપણે કોશિશ પૂર્ણ પ્રામાણિકતાથી કરવી પડશે. આપણી સાથે સ્વયં શ્રીકૃષ્ણ છે, આપણે ધર્મ માટે યુદ્ધ કરી રહ્યા છીએ. આપણે પરાજય અંગે વિચારવું જોઇએ નહીં. પોઝિટિવ વિચાર સાથે યુદ્ધ કરવાનું છે, ફળ શું મળશે, તે ભગવાનના હાથમાં છે.

અર્જુનની આ વાતથી પાંડવ સેનામાં ઉત્સાહ આવી ગયો. બધા પૂર્ણ પ્રામાણિકતા સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થઇ ગયાં. ત્યાર બાદ શ્રીકૃષ્ણની રણનીતિઓ તરફથી પાંડવોના પરાક્રમથી કૌરવ સેનાનો પરાજય થઇ ગયો. ભાગ્ય ઉપર વિશ્વાસ કરનાર લોકોને મહાભારત યુદ્ધની શરૂઆતમાં પાંડવોનો પરાજય દેખાયો હતો, પરંતુ પોઝિટિવ વિચારે પરિણામ બદલી દીધું.

બોધપાઠ– કામ કેટલું પણ મુશ્કેલ હોય, આપણે નકારાત્મકતાથી પોતાને બચાવવા જોઇએ. જો અસફળતાનો ભય મનમાં ઘર કરી જશે તો સરળ કામ પણ પૂર્ણ થઇ શકશે નહીં. એટલે હંમેશાં પોઝિટિવ રહેવું અને કોશિશ કરતાં રહેવી.