અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી : બાઇડન જીતશે તો ભારતીય બજારમાં તેજી આવશે, એશિયામાં ભારતને સૌથી વધારે લાભ થઈ શકે છે

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી : બાઇડન જીતશે તો ભારતીય બજારમાં તેજી આવશે, એશિયામાં ભારતને સૌથી વધારે લાભ થઈ શકે છે

6 જાન્યુઆરીના રોજ મતગણતરી અને વિજતાની ઔપચારિક જાહેરાત થશે

વિશેષજ્ઞો મુજબ અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો ડેમોક્રેટ ઉમેદવાર જો બાઈડન જીતશે તો ભારતીય બજારમાં તેજી આવશે અથવા ભારતીય બજાર પર એની સકારાત્મક અસર જોવા મળશે. મંગળવારે અંતિમ મતદાન છે. રિપબ્લિકન પાર્ટી તરફથી વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મેદાનમાં છે.

અમેરિકન કોંગ્રેસ 6 જાન્યુઆરી 2021ના રોજ મતગણતરી કરશે અને વિજેતાની ઔપચારિક જાહેરાત કરશે. ત્યાં સુધી ભારત અને બીજાં બજારોમાં ઉતાર-ચઢાવ જોવા મળશે. કોરોના વાઈરસ સંક્રમણના કેસ ફરી વધવાથી અને અમેરિકાની ચૂંટણીને કારણે ઓક્ટોબરના અંતિમ સપ્તાહમાં ભારતીય બજારમાં બે ટકાથી વધારે ઘટાડો જોવા મળ્યો હતો.

ફેડ પોલિસી, સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ અને વેપાર તેમજ વિદેશ નીતિ ભારતીય ભારતીય રોકાણકારો માટે વરદાન બની શકે છે મનીકંટ્રોલના એક રિપોર્ટ મુજબ, અલંકિત લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર અંકિત અગ્રવાલે કહ્યું હતું કે અમુક રિસર્ચ જણાવે છે કે બાઇડન સત્તામાં આવશે તો ભારતીય બજારમાં એની સકારાત્મક અસર જોવા મળશે. વિભાજિત સદનને જોતાં એશિયામાં સૌથી વધારે લાભ ભારતને થશે. ત્રણ ફેક્ટર ભારતીય રોકાણકારો માટે વરદાન સાબિત થઈ શકે છે. આ છે ફેડ પોલિસી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સરકારી ખર્ચ અને વેપાર-વિદેશ નીતિ.

ડેમોક્રેટિક પાર્ટીની સત્તા દરમિયાન S&P 500 સરેરાશ 11%નું વાર્ષિક રિટર્ન આપ્યું છે
વેસ્ટેડ ફાઈનાન્સના આંકડાં મુજબ, ઐતિહાસિક રીતે ડેમોક્રેટિક પાર્ટીની સત્તા દરમિયાન S&P 500એ સરેરાશ 11 ટકા વાર્ષિક રિટર્ન આપ્યું છે. રિપબ્લિકન રાષ્ટ્રપતિના કાર્યકાળમાં આ ઈન્ડેક્સે સરેરાશ 7 ટકા વાર્ષિક રિટર્ન આપ્યું છે.

ટ્રમ્પના જીતવાથી ભારતીય બજારમાં મોટા ઘટાડાની આશંકા
વિશેષજ્ઞો મુજબ ડેમોક્રેટ પાર્ટી સત્તામાં આવવાની આશાથી માર્ચ પછી ભારતીય બજારમાં તેજી જોવા મળી છે. આવામાં જો ટ્રમ્પ જીત થશે તો બજારમાં ભારે ઘટાડો જોવા મળી શકે છે. વેન્ટુરા સિક્યોરિટીઝના રિસર્ચ હેડ વિનીત બોલિઝ્કરે કહ્યું હતું કે બાઈડનનો પ્રસ્તાવ અને તેની નીતિ ભારતના બજારને અનુકૂળ છે.