કેનેડા જવાનો ઍક્સપ્રેસ રસ્તો

કેનેડા જવાનો ઍક્સપ્રેસ રસ્તો

આજ સુધી વિશ્વના દરેકેદરેક દેશના લોકોની સ્થળાંતર માટેની સૌપ્રથમ પસંદગી અમેરિકા હતી. કોલમ્બસે ઈ.સ. ૧૪૯૨માં અનાયાસે અમેરિકા ખંડની શોધ શું કરી કે ઈંગ્લેન્ડ અને યુરોપના રહેવાસીઅોઍ ઍ અઘાત તક અને છતના દેશ તરફ દોટ મૂકી. ધીરે ધીરે ઍ લોકોનો અમેરિકામાં વધારો થતાં અને અમેરિકા પ્રત્યેનો ધસારામાં પણ વધારો થતાં અમેરિકા જઈને વસેલા યુરોપ અને ઈંગ્લેન્ડના રહેવાસીઅોને ઍવું લાગવા માંડયું કે જા હવે આપણે અમેરિકામાં પ્રવેશતા લોકોનું નિયંત્રણ નહીં કરીઍ, ગમે તે લોકોને અમેરિકામાં આવતા નહીં અટકાવીઍ તો ભિખારીઅો, રોગિષ્ઠો, ગુનેગારો, વૈશ્યાઅો આવા આવા લોકો અમેરિકામાં ઘૂસી આવશે અને તેઅો અમેરિકાની જે અઢળક ખનિજ તેમ જ અન્ય સંપત્તિ છે, જે આજે આપણે ભોગવી શકીઍ છીઍ ઍમાં ભાગ પડાવશે. આથી અમેરિકા જઈને વસેલા બ્રિટિશરો અને યુરોપિયનોઍ અમેરિકામાં પ્રવેશવા ઉપર જાતજાતનાં નિયંત્રણો લાદવાનું શરૂ કયુ*.

અમેરિકામાં પ્રવેશવાનું મુશ્કેલ બનતાં વિશ્વના લોકોઍ બીજા આગળ પડતા તેમ જ ધનિક દેશો તરફ દૃષ્ટિ દોડાવી અને તેઅો ઈંગ્લેન્ડ, યુરોપના દેશો તેમ જ ઈસ્ટમાં આવેલ સિંગાપોર, હોંગકોંગ, ઓસ્ટ્રેલિયા અને છેક ન્યૂઝીલેન્ડ પ્રત્યે ઍમની દૃષ્ટિ દોડાવવા લાગ્યા. પરદેશી વિદ્યાર્થીઅો અને ઍમાં પણ ભારતીય વિદ્યાર્થીઅો ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા જતા હતા, કારણ કે છેલ્લા થોડા વર્ષોથી શિક્ષણ ક્ષેત્રમાં અમેરિકાઍ ઈંગ્લેન્ડને પાછું પાડી દીધું છે. અમેરિકાની હાર્વર્ડ, સ્ટેનફર્ડ આવી આવી યુનિવર્સિટીઅોઍ વિશ્વમાં શિક્ષણની બાબતમાં પ્રથમ સ્થાન લીધું છે. આથી વિદ્યાર્થીઅો ભણવા માટે પણ અમેરિકા જવા પ્રેરાયા.

અમેરિકામાં પ્રાપ્ત થતું શિક્ષણ ઉચ્ચ કક્ષાનું તો છે, પણ ઍમાં ભણવાનો ખર્ચો પણ ખૂબ જ આવે છે. આથી પરદેશી વિદ્યાર્થીઅોઍ અને ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઅોઍ વધુ ભણતર માટે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ તરફ દૃષ્ટિ કરી. ઍ પછી તો તેઅો સિંગાપોર અને યુરોપમાં ફ્રાન્સ અને જર્મનીમાં પણ ભણવા જવા લાગ્યા. કેનેડાની યુનિવર્સિટીઅો અન્ય દેશોની યુનિવર્સિટીની જેમ જ ઈચ્છતી હતી કે ઍમને ત્યાં પરદેશી વિદ્યાર્થીઅો શિક્ષણ લેવા આવે, કારણ કે, ઍમના થકી ઍ યુનિવર્સિટીઅોને ખૂબ જ લાભ થતો હોય છે. ભારતીય વિદ્યાર્થીઅો અમેરિકાને બદલે અન્ય દેશોમાં જવા લાગ્યા, પણ કેનેડા પ્રત્યે ઍમનો દુર્લક્ષ્ય સેવ્યું હતું, કારણ કે કેનેડા ઍક અતિ ઠંડો દેશ છે અને કેનેડાના અમુક વિભાગમાં તો બધા ફ્રેન્ચ ભાષા જ બોલે છે. આથી અમેરિકાની લગોલગ આવેલા જ કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઅો પ્રમાણમાં અોછા જતા હતા.છેલ્લાં થોડાં વર્ષોથી અમેરિકાની યુનિવર્સિટીઅોમાં પ્રવેશ મેળવવાનું કઠણ બન્યું હતું અને યુનિવર્સિટીઅો પ્રવેશ આપે ઍ પછી પણ ત્યાં ભણવા જવા માટે ઍફ-૧ સંજ્ઞા ધરાવતા સ્ટુડન્ટ વિઝા મેળવવાનું મુશ્કેલ બન્યું હતું.

અમેરિકાના હાલના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારથી પ્રેસિડન્ટ પદ સંભાળ્યું ત્યારથી તો અમેરિકામાં ભણવા ઈચ્છતા પરદેશી વિદ્યાર્થીઅોની કઠિણાઈમાં અનેક વધારો થઈ ગયો. આથી ભારતીય વિદ્યાર્થીઅો હવે સેકન્ડ અોપ્શન તરીકે કેનેડા જવા લાગ્યા છે. અમેરિકાની ઈમિગ્રેશનના કાયદાઅો વર્ષોથી કડક હતા. પણ ઍનો અમલ જાઈઍ ઍટલી કડકાઈથી કરવામાં આવતો નહોતો અને ઈમિગ્રેશનના કાયદાનું ઉલ્લંઘન કરનારા અનેકોના ગુનાઅો સામે આંખ આડા કાન કરવામાં આવતા હતા. આ બધું ટ્રમ્પ જ્યારથી અમેરિકાના પ્રેસિડન્ટ બન્યા ત્યારથી બંધ થવા લાગ્યું. કાયદાનો કડકપણે અમલ થવા લાગ્યો. આંખ આડા કાન તો શું, પણ કાયદાનું ઉલ્લંઘન કરનારાઅો, અમેરિકામાં ઈલ્લિગલી રહેનારાઅોને નાક પકડી પકડીને અમેરિકા બહાર મોકલી દેવામાં લાગ્યા. આથી હવે વિશ્વના લોકોનું અને ખાસ કરીને ભારતીયોનું કેનેડા પ્રત્યે વધુ ધ્યાન દોરાયું.

કેનેડાની સરકારે આ પરિસ્થિતિનો લાભ લેવાનું ઉચિત જણાયું. અમેરિકાની પ્રગતિ ત્યાં જઈને ભણતા અને ભણી રહ્ના બાદ કામ કરતા પરદેશીઅો, ઍમાં પણ ખાસ ભારતીયો, જે વધુ હોશિયાર હોય છે ઍને કારણે થવા પામી છે. આ વાત ધ્યાનમાં લેતાં પ્રેસિડન્ટ ટ્રમ્પે હમણાં જાહેરાત કરી છે કે તેઅો કૌટુંબિક સંબંધોને આધારે અપાતા ગ્રીનકાર્ડ કાં તો બંધ કરી દેશે અથવા ઍની સંખ્યામર્યાદા ઘટાડી નાખશે અને ભણેલા-ગણેલા અનુભવી, જુવાન પરદેશીઅોને અમેરિકામાં કાયમ રહેવાનો પ્રબંધ કરી આપશે. આ પ્રમાણે કેનેડાની સરકારે પણ વર્ષ ૨૦૧૫ના જાન્યુઆરી મહિનાથી ઍમના દેશમાં કામ કરવા માટે અને કાયમ રહેવા માટે હોશિયાર, અનુભવી, ભણેલા-ગણેલા પરદેશીઅો આવે ઍ માટે પોઈન્ટ બેઝ્ડ ઍક્સપ્રેસ ઍન્ટ્રી સિસ્ટમ દાખલ કરી છે. ‘ઍક્સપ્રેસ ઍન્ટ્રી સિસ્ટમ’ તરીકે અોળખતા કેનેડાના આ માઈગ્રેશન પ્રોગ્રામ ત્રણ પ્રકારના છેઃ ‘ધ ફ્રેડરલ સ્કિલ વર્ક ક્લાસ’, ‘કેનેડિયન ઍક્સપેરિયન્સ ક્લાસ’ અને ‘ફ્રેડરલ સ્કિલ ટ્રેડ ક્લાસ’.વર્ષ ૨૦૧૭માં આ ઍક્સપ્રેસ ઍન્ટ્રી સિસ્ટમ હેઠળ ૩૬,૩૧૦ ભારતીયોઍ કેનેડામાં પ્રવેશીને ત્યાં કાયમ રહેવાની અને કામ કરવાની પરવાનગી મેળવી. ઍ વર્ષમાં જેટલા પરદેશીઅોઍ આ પરવાનગી મેળવી હતી ઍના ભારતીયોઍ મેળવેલી પરવાનગી ૪૨ ટકા હતી. આ વર્ષ ઍટલે કે ૧ મે, ૨૦૧૯ સુધીમાં ૩૧,૨૫૦ પરદેશીઅોને કેનેડાની સરકારે ઍક્સપ્રેસ ઍન્ટ્રી દ્વારા ઍમના દેશમાં કાયમ રહેવા અને કામ કરવાની પરવાનગી આપી છે. આમ આજે કેનેડાની સરકારે ઍમના દેશની પ્રગતિ માટે અને હોશિયાર લોકો ઍમના દેશમાં આવે અને ઍ દેશ જે સમૃદ્ધ છે ઍને વધુ સમૃદ્ધ બનાવે ઍ માટે આવો ઍક્સપ્રેસ રસ્તો શરૂ કર્યો છે.આ ઍક્સપ્રેસ રસ્તો જે પોઈન્ટ બેઝ્ડ સિસ્ટમ છે ઍની હેઠળ પરદેશીઅોઍ ઓનલાઈન ઍમનું પ્રોફાઈલ જણાવીને અરજી કરવાની રહે છે. આમાં ઍમને ઍમની ઉંમર, ભણતર, અંગ્રેજી ભાષાનું જ્ઞાન, ફ્રેન્ચ લેન્ગ્વેજની આવડત, કામનો અનુભવ આ સર્વે જણાવવાના રહે છે.

કેનેડામાં જા ઍમના કોઈ સગા રહેતા હોય અથવા તો કેનેડાની કોઈ કંપનીઍ ઍમને નોકરીની અોફર આપી હોય તો ઍ ઍમની આવડતમાં વધારો કરે છે. પરદેશી અરજદારનું પ્રોફાઈલ જાઈ, તપાસીને કેનેડાની સરકાર ઍમને દરેક લાયકાત માટે માર્ક્સ આપે છે. કુલ્લે બારસો માર્ક્સનું આ પ્રોફાઈલનું લક્ષ્ય હોય છે. આ વર્ષના મે મહિનામાં જેમણે કુલ્લે ૪૫૦ માર્ક્સ ઍટલે કે પોઈન્ટ મેળવ્યા હતા ઍમને કેનેડામાં કાયમ રહેવાનું અને કામ કરવાની પરવાનગી આપવામાં આવી છે.ભારતીયો, જેઅો સ્થળાંતર કરીને કેનેડામાં રહેવા ઈચ્છતા હોય, જેઅો યુવાન હોય, ભણેલા-ગણેલા હોય, કામનો અનુભવ હોય, અંગ્રેજી તેમ જ ફ્રેન્ચ ભાષા આવડતી હોય, કેનેડામાં ઍમને કોઈઍ નોકરી આપી હોય, ઍમનાં અંગત સગાં કેનેડામાં રહેતા હોય ઍમણે તુરંત જ કેનેડાના પોઈન્ટ બેઝ્ડ ઍક્સપ્રેસ ઍન્ટ્રી સિસ્ટમ હેઠળ અરજી કરવી જાઈઍ. અનેક ભણેલા-ગણેલા ભારતીયો આવી અોનલાઈન અરજી જાતે જ કરે છે. આ ઍમની ઍક મોટી ભૂલ છે. સીધોસાદો અને સાવ સિમ્પલ જેવો જણાવતો આ પોઈન્ટ બેઝ્ડ ઍક્સપ્રેસ ઍન્ટ્રી સિસ્ટમ હકીકતમાં મેળવવી થોડીક મુશ્કેલ છે.

તમારુંં પ્રોફાઈલ કેવી રીતે રજૂ કરવું ઍના સમર્થનમાં શું શું દેખાડવું, કયા કયા દસ્તાવેજા આપવા આ સઘળી બાબતો અનુભવ માગી લે છે. આથી જેમણે કેનેડાના પોઈન્ટ બેઝ્ડ ઍક્સપ્રેસ ઍન્ટ્રી સિસ્ટમનો લાભ લેવો હોય ઍમણે આ બાબતના જાણકાર ઍડ્વોકેટ વતીથી જ અરજી કરવી જાઈઍ, જેથી ઍમની સફળતાના ચાન્સીસ વધી જાય.બિઝનેસ ઍનાલિસ્ટો અને કોઈ પણ દેશનું ભવિષ્ય રાજકીય તેમ જ આર્થિક ભાખનારાઅો ઍવું જણાવે છે કે થોડા સમયમાં જ કેનેડા પણ અમેરિકા જેટલો જ આગળ પડતો દેશ બની જશે અને ઍનું શ્રેય કેનેડાઍ ૨૦૧૫માં દાખલ કરેલ પોઈન્ટ બેઝ્ડ ઍક્સપ્રેસ ઍન્ટ્રી સિસ્ટમને ફાળે જશે.