હવેથી સરકારી નોકરી માટે નહીં લેવાય ઇન્ટરવ્યૂ, 23 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોએ લીધો નિર્ણય

હવેથી સરકારી નોકરી માટે નહીં લેવાય ઇન્ટરવ્યૂ, 23 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોએ લીધો નિર્ણય

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે શનિવારના કહ્યું કે અત્યાર સુધી 23 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાં સરકારી નોકરીઓમાં ભરતી માટે ઇન્ટરવ્યૂ સમાપ્ત કરી દેવામાં આવ્યું છે. મંત્રાલયના એક નિવેદન પ્રમાણે સિંહે કહ્યું કે 2016 બાદથી કેન્દ્ર સરકારમાં ગ્રુપ-બી (બિન-રાજપત્રિત) અને ગ્રુપ-સીના પદો માટે ઇન્ટરવ્યૂ સમાપ્ત કરી દીધું છે. મંત્રીએ કહ્યું છે કે 2015માં સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ટરવ્યૂને ખત્મ કરવાની સલાહ આપી હતી અને લેખિત પરીક્ષાના આધાર પર નોકરીમાં પસંદગીની વાત કરી હતી.

ઇન્ટરવ્યૂને સમાપ્ત કરવાની જાહેરાતની પ્રક્રિયા પૂર્ણ

તેમણે કહ્યું કે, વડાપ્રધાનની સલાહ પર કર્મચારી અને તાલિમ વિભાગે એક વ્યાપક કવાયત કરી અને ત્રણ મહિનાની અંદર એક જાન્યુઆરી, 2016થી કેન્દ્ર સરકારમાં ભરતી માટે ઇન્ટરવ્યૂને સમાપ્ત કરવાની જાહેરાત કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા રાજ્યો આ નિયમને લાગુ કરવા માટે તત્પર હતા, પરંતુ કેટલાક રાજ્યો આને સમાપ્ત કરવા માટે ઇચ્છુક નહોતા અને નોકરીઓ માટે ઇન્ટરવ્યૂ ઇચ્છતા હતા.

23 રાજ્યોમાં નોકરી માટે ઇન્ટરવ્યૂ કરાવવા બંધ

સિંહે આ વાત પર સંતોષ વ્યક્ત કર્યો કે રાજ્ય સરકારોને ઘણી સમજાવવા અને વારંવાર યાદ અપાવ્યા બાદ આજે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ સહિત ભારતમાં તમામ 8 કેન્દ્રશાસિત પ્રદેશો અને દેશના તમામ 28 રાજ્યોમાંથી 23 રાજ્યોમાં ઇન્ટરવ્યૂ કરાવવા બંધ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું કે ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા રાખવા માટે ઇન્ટરવ્યૂ વ્યવસ્થા હટાવવામાં આ સિસ્ટમ પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે ઘણી ઉપયોગી સાબિત થશે.

અનેક વાર આરોપ લાગતા હતા કે નોકરીઓ માટે ઇન્ટરવ્યૂના અંકોમાં હેર-ફેર કરવામાં આવે છે અને આના બદલામાં મોટી રમક આપવામાં આવતી હતી.