અમેરિકાના વિદેશ મંત્રી પણ PM પર ફિદા બોલ્યા – મોદી હૈ તો મુમકિન હૈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાદુ અમેરિકા પર પણ ચાલ્યો. આ મહિને ભારતની મુલાકાતે આવી રહેલા અમેરિકાના વિદેશ મંત્રી માઇક પૉમ્પિયો એ બંને દેશો વચ્ચે વધુ સારા સંબંધની આશા વ્યકત કરતાં કહ્યું કે મોદી હૈ તો મુમકિન હૈ. થોડાંક સપ્તાબ પહેલાં 600 મિલિયન ભારતીયોએ મોદીને વિશાળ જનાદેશ આપ્યો હતો. 1971 બાદથી પણ કોઇપણ ભારતીય પીએમ બહુમતીની સાથે ફરીથી પીએમઓમાં પાછા આવ્યા નથી, પરંતુ મોદીએ ‘શાનદાર’ જીત પ્રાપ્ત કરી.

માઇક પોમ્પિયોએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ચૂંટણી કેમ્પનિંગમાં કહ્યું હતું – મોદી હૈ તો મુમકિન હૈ અને તેણે સાચું કરી દેખાડ્યું. હવે ભારત અને અમેરિકાની વચ્ચે સંભાવનાઓના વિસ્તારની તરફ અમે જોઇ રહ્યા છીએ. માઇક પોમ્પિયો એ આ વાત બુધવારના રોજ યુએસ-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ સમિટમાં કહી.

અમેરિકન વિદેશ મંત્રી પોમ્પિયોની આ મહિને ભારત યાત્રા પ્રસ્તાવિત છે. આ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય સમકક્ષ એસ.જયશંકર સાથે મુલાકાત થવાની છે. પોમ્પિયોનું માનવું છે કે આ દરમ્યાન બંને દેશોની વચ્ચે મોટા મુદ્દા અને વિચારો પર ચર્ચા થશે. આથી દ્વિપક્ષી સંબંધોને નવો આયામ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
Info & News
Ashadeep Newspaper

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:ભાજપનો આંતરિક સરવે; 70 ટકા સીટો પક્ષને ફાળે જાય તેવી શક્યતા

6 મનપામાં જીત આસાન, સૌરાષ્ટ્ર- ઉ. ગુજરાતમાં ભાજપ માટે પડકાર સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી પહેલાં સરકારે કરાવેલા આંતરિક સરવેમાં ભાજપને

Read More »
Info & News
Ashadeep Newspaper

હૈદરાબાદ કોર્પોરેશનની ચૂંટણીમાં TRS ટોચનાં સ્થાને પણ ભાજપનો જય જયકાર

। હૈદરાબાદ । ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(જીએચએમસી)ની ચૂંટણીના પરિણામો જાહેર થઇ ગયાં છે. મુખ્ય ત્રણ હરીફ પક્ષ, ટીઆરએસ, ભાજપ અને

Read More »