કેવી રીતે નક્કી થાય છે વાવાઝોડાના નામ, જાણો ગુજરાતમાં ‘વાયુ’ ચક્રવાતનું નામ ક્યાંથી આવ્યું

કેવી રીતે નક્કી થાય છે વાવાઝોડાના નામ, જાણો ગુજરાતમાં ‘વાયુ’ ચક્રવાતનું નામ ક્યાંથી આવ્યું

ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 12મી જૂને બુધવારે સાંજે ‘વાયુ’ વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે. પવનનો ચક્રવાત કાંઠાને સ્પર્શતાં જ તીવ્ર વાવાઝોડામાં ફેરવાશે અને 80થી 100 કિ.મી.ની ઝડપે વાવાઝોડું ફૂંકાતા, હાલની સ્થિતિએ, 13મી અને 14મી જૂને કચ્છ-સૌરાષ્ટ્રમાં 4 ઈંચ જેટલો વરસાદ પડી શકે છે. ભારતના દરેક નાગરિકને ચિંતામાં મૂકી દેનારા વાવાઝોડાને કારણે લાખો લોકોને સ્થળાંતર કરવું પડ્યું છે. પરંતુ શું તમને ખબર છે વાવાઝોડાના નામ કરણ કેવી રીતે કરવામાં આવે છે. તો આવો જાણીએ..

ગુજરાતને જે 13મી જૂને ‘વાયુ’ નામનું વાવાઝોડું દરિયા કિનારે ત્રાટકવાનું છે, તે સાઇક્લોન છે. જેનો ઉદ્દભવ અરબી સમુદ્રમાંથી થયો છે.

સામાન્ય રીતે ભયંકર કુદરતી આફતના નામ કેવી રીતે નક્કી કરવામાં આવે છે. આ નામ કોણ નક્કી કરે છે, કોઇ પણ ચક્રવાતના નામ પહેલાથી નક્કી કરવામાં આવે છે વગેરે બાબત અંગે તમને ઘણા મૂંઝવતા પ્રશ્નો હશે તે આજે અમે તમને જણાવીશું..

વાવાઝોડાનું નામકરણ 
વાવાઝોડાનું નામ જે તે દેશનો હવામાન વિભાગ નક્કી કરે છે. ઉદાહરણ તરીકે ગત દિવસોમાં હિન્દ મહાસાગરમાં પાકિસ્તાનની સરહદમાંથી વાવાઝોડું ઉત્પન્ન થયું હતું આથી પાકિસ્તાની હવામાન વિભાગે તેને લૈલા નામ આપ્યું હતું.

હરિકેન અને સાયક્લોનનો ભેદ 
બહુ ઓછા લોકોને ખબર હશે કે જો વાવાઝોડું એટલાન્ટિક મહાસાગરમાંથી ઉત્પન્ન થાય છે તો તેને હરિકેન કહેવામાં આવે છે. જ્યારે વાવાઝોડું હિન્દ મહાસાગરમાં તેની ઉત્પત્તિ થાય તો તેને સાઇક્લોન તરીકે સંબોધિત કરવામાં આવે છે.

વાવાઝોડા કેવા પ્રકારના હોય છે? 
દર વર્ષે સમગ્ર દુનિયામાં સરેરાશ 100 જેટલા ચક્રવાત એટલે કે વાવાઝોડા બને છે. તેમાંથી ઘણા ઓછી તીવ્રતાવાળા હોય છે. જ્યારે કેટલાક અતિ તીવ્ર અને આક્રમક હોય છે.

મહાસાગરમાં ઉત્પત્તિ, મહાસાગરમાં જ સમાપ્તિ 
વાવાઝોડાની ઉત્પત્તિ મોટા ભાગે સમુદ્રમાં જ થતી હોય છે. તેની તીવ્રતા મુજબ ઘણા વાવાઝોડા એક જ દિવસમાં સમુદ્રમાં જ ઉત્પન્ન થઇને સમુદ્રમાં જ સમાપ્ત થઇ જતા હોય છે.

વાવાઝોડાનું નામકરણ શા માટે? 
વર્ષ 1945 સુધી કોઇ પણ ચક્રવાત કે વાવાઝોડાનું નામકરણ કરવામાં આવતું ન હતું. આ કારણે હવામાન વિભાગ અને ભૂવિજ્ઞાનના વિજ્ઞાનીઓને કોઇ પણ વાવાઝોડાનો ઉલ્લેખ કરવામાં કે તે અંગેની વાત કરવામાં મુશ્કેલી થતી હતી. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે વિશ્વ હવામાન સંગઠને વર્ષ 1945થી દરેક વાવાઝોડાની ઓળખ માટે તેને નામ આપવાનો નિર્ણય લીધો હતો.

વાવાઝોડાના નામકરણનો હેતુ 
વાવાઝોડાના નામકરણ પાછળનો હેતુ લોકો લાંબા સમય સુધી તેને યાદ રાખી શકે છે. વિજ્ઞાનીઓને પણ રિપોર્ટ તૈયાર કરવામાં કોઇ ભૂલ પડતી નથી. લોકોને વાવાઝોડાની આગાહી આપવામાં સરળતા રહે છે.

નામોની પસંદગી કેવી રીતે? 
વાવાઝોડાનું નામકરણ કરવામાં આવે છે ત્યારે નામની પસંદગી કોઇ પ્રકારના આલ્ફાબેટિક ઓર્ડરને ધ્યાનમાં રાખીને કરવામાં આવતી નથી. તેના નામ કોઇ વ્યક્તિ વિશેષ કે વિજ્ઞાનીઓના નામ ઉપરથી પણ આધારિત હોય તેવું હોતું નથી. સામાન્ય રીતે વાવાઝોડાના નામની પસંદગી એવા નામોમાંથી કરવામાં આવે છે જે જનસામાન્યમાં લોકપ્રિય હોય અને ઝડપથી લોકોને યાદ રહી જાય તેવા હોય.

ઉપયોગમાં લેવાયેલા નામ 
હિન્દ મહાસાગરમાં ઉત્પન્ન થયેલા વાવાઝોડાના અત્યાર સુધીમાં આપવામાં આવેલા કેટલાક નામોમાં જાલ, ઓનિલ, નિશા, ગિરી, હિબારુ, આઇલા, કેઇલા, થાને, ફયાન, બાજ, નરગિસ, બંધુ, રશ્મિ, મુક્દા, માસા, ફેટ, ફનૂસ. ફેલિન વગેરેનો સમાવેશ થાય છે.

ભવિષ્યના પ્રસ્તાવિત નામો 
હિન્દ મહાસાગરમાં ભવિષ્યમાં આવનારા વાવાઝોડાઓ માટેના પ્રસ્તાવિત નામોમાં હેલન, ચપાલા, ઓખી, ફણી, લહેર, મેઘ, સાગર, વાયુ, માડી, રોઆનુ, મકેનુ, નાનૌક, કયાંત, કયાર, મહા, લુબાન, પ્રિયા, નીલોફર, વરધા, પતંગિયું, બુલબુલ, મોહરાર, ઉમપુન, અમ્ફન, પેયતી, મોરા, વગેરેનો સમાવેશ થાય છે.