કેન્દ્ર સરકારની જાહેરાત, ડ્રાઇવિંગ લાઇસન્સને લઇ બદલાઇ રહ્યા છે નિયમો, તમે પણ જાણી લો

કેન્દ્ર સરકારની જાહેરાત, ડ્રાઇવિંગ લાઇસન્સને લઇ બદલાઇ રહ્યા છે નિયમો, તમે પણ જાણી લો

દેશમાં મોટાભાગના લોકો કાર અથવા બાઇક ચલાવતા સમયે નકલી દસ્તાવેજ દેખાડીને ટ્રાફિક પોલીસથી બચી શકાય છે. વાત પણ સાચી છે કારણ કે મોટાભાગના રાજ્યોમાં ટ્રાફિક પોલીસની પાસે દસ્તાવેજોની તાત્કાલિક ચકાસણી કરવાની સુવિધા હોતી નથી. પરંતુ હવે આમ થશે નહીં. કારણ કે હવે ટ્રાફિક અધિકારીઓની પાસે તમારા દરેક ડોક્યુમેન્ટ પહેલેથી જ હાજર રહેશે.

ચકમો આપી શકશો નહીં

કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટ 1989માં સુધારો કર્યો છે. સરકારે શનિવારે કહ્યું હતું કે ડ્રાઇવિંગ લાઇસન્સ અને ઇ-મેમો સહિતના વાહન દસ્તાવેજો 1 ઓક્ટોબર, 2020 થી ઇન્ફોર્મેશન ટેકનોલોજી પોર્ટલ દ્વારા તેની જાળવણી કરાશે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વાહનના દસ્તાવેજોના નિરીક્ષણ દરમ્યાન ઇલેક્ટ્રોનિક માધ્યમથી માન્યતા પ્રાપ્ત વાહનોના દસ્તાવેજોની જગ્યાએ ભૌતિક દસ્તાવેજોની માંગણી કરવામાં આવશે નહીં.

તમારા લાઇસન્સના અપડેટની માહિતી

નિષ્ણાતો કહે છે કે તમારા ડ્રાઇવિંગ લાઇસન્સને લગતી તમામ માહિતી ટ્રાફિક અધિકારીઓ પાસે ઉપલબ્ધ હશે. તેની સાથે જ સરકારે કહ્યું હતું કે લાઇસન્સિંગ ઓથોરિટી દ્વારા ડ્રાઇવિંગ લાઇસન્સને ગેરલાયક ઠરાવવામાં આવશે અથવા રદ કરવામાં આવ્યા હોવાની વિગતો પોર્ટલ પર રેકોર્ડ કરવામાં આવશે અને તે સમય સમય પર અપડેટ કરવામાં આવશે.

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે મોટર વાહન નિયમ 1989માં કરાયેલા વિભિન્ન સંશોધનો અંગે નોટિફિકેશન રજૂ કર્યું છે જેમાં મોટર વાહન નિયમોની વધુ સારી દેખરેખ અને અમલવારી માટે 1 ઓક્ટોબર 2020થી પોર્ટલના માધ્યમથી વાહન સંબંધિત દસ્તાવેજો સહિત ઇ-ચાલાન જાળવણી કરી શકાશે.