ભારતમાં અંગ્રેજોના સમયે પણ લગાવવામાં આવતુ હતુ લૉકડાઉન, મહિનાની સેલરી મફત અપાતી

ભારતમાં અંગ્રેજોના સમયે પણ લગાવવામાં આવતુ હતુ લૉકડાઉન, મહિનાની સેલરી મફત અપાતી

વૈશ્વિક મહામારી કોરોના વાયરસના વધતા સંક્રમણ અને તેનાથી બચવા માટે દુનિયાભરમાં લૉકડાઉનની વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. જોકે આ લૉકડાઉને સમાજની સામે ઘણા બધા પ્રશ્નો ઉભા કરી દીધા છે. સમાજને પડી રહેલી મુશ્કેલીઓના કારણે દરેક દેશની સરકાર લૉકડાઉનમાં છૂટ આપી રહી છે. આમ તો આપણી વચ્ચે એવા અનેક લોકો હશે જેમણે લોકડાઉન શબ્દ પહેલીવાર સાંભળ્યો હશે, પરતુ ભારતમાં આનો ઇતિહાસ ઘણો જૂનો છે.

હૈઝા અને પ્લેગ જેવા રોગો ફેલાવાથી લગાવાતુ લોકડાઉન

19મી અને 20મી સદી દરમિયાન હૈઝા અને પ્લેગ જેવી બીમારીઓથી આપણો દેશ ઘણો પ્રભાવિત હતો. બ્રિટિશ કાળ દરમિયાન પણ હૈઝા અનેકવાર ફેલાયો. આ ઘાતક બીમારીથી ગભરાયેલી અંગ્રેજી સરકારે પ્રભાવિત વિસ્તારોમાં લૉકડાઉનનો નિર્દેશ આપ્યો. જોકે તે સમયે લૉકડાઉનની જગ્યાએ હૉલીડે શબ્દનો પ્રયોગ કરવામાં આવતો હતો. ઉલ્લેખનીય છે કે તે સમયે પણ કન્ટેન્ટમેન્ટ ઝોન, આઈસોલેશન અને પ્રવાસીઓની સાથે બીમારી ફેલાવાનો ડર થતો હતો. આટલા લાંબા સમય બાદ પણ આ તમામ વાતો કોવિડ-19ના મામલે પણ જોવા મળે છે.

બ્રિટિશ ઇન્ડિયા મેડિકલ હિસ્ટ્રીના આર્કાઇવથી જાણવા મળ્યા તથ્યો

એ દરમિયાન લૉકડાઉન માટે અપનાવવામાં આવનારી રીતોના દસ્તાવેજ પણ મળે છે. અંગ્રેજોએ હૉલીડે ટર્મને અપનાવતા લોકોને ક્વોરન્ટાઇનમાં રાખ્યા હતા, આ વાતનો ઉલ્લેખ બ્રિટિશ ઇન્ડિયાના સત્તાવાર રેકૉર્ડ National Archives Of India (NAI)માં મળે છે. આ સાથે જ બ્રિટિશ ઇન્ડિયા મેડિકલ હિસ્ટ્રીના આર્કાઇવમાં જાણવા મળે છે કે કોઈ ખાસ ભાગમાં બીમારી ફેલવાના સમાચાર મળતા જ એ જગ્યાનો બીજી જગ્યા સાથેનો સંપર્ક લગભગ કાપી નાંખવામાં આવતો હતો.

32 દિવસનું વેતન એડવાન્સ આપવામાં આવતુ 

કોરોના કાળમાં જે પ્રકારની સમસ્યાઓ પ્રવાસી મજૂરોની સામે આવી હતી ઠીક આ પ્રકારની સમસ્યાઓ એ સમયે પણ આવી હતી. શહેરમાં કામ કરવા આવેલા મજૂરો જો મોટી સંખ્યામાં પરત ફરશે તો બીમારી લઇને આવશે. આ વાતને જોતા બ્રિટિશ ઇન્ડિયાએ ખાસ ઉપાય નીકાળ્યો. મજૂરોને તેમના ઘરોની આસપાસ અથવા લગભગ 3 કિલોમીટરના અંતરમાં કામ અપાવવાનો પ્રયત્ન થતો હતો, જેથી બહાર ના જવું પડે. એટલું જ નહીં મજૂરોને 32 દિવસનું વેતન એડવાન્સ આપવામાં આવતુ હતુ. મજૂરોને મહિના સુધી ઘરમાં રહેવા માટે પગાર આપવામાં આવતો હતો.