રાજ્યમાં 13 જૂનથી ભારેથી અતિભારે વરસાદની આગાહી, સરકારે આપ્યું એલર્ટ

રાજ્યમાં 13 જૂનથી ભારેથી અતિભારે વરસાદની આગાહી, સરકારે આપ્યું એલર્ટ

રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છમાં 12 અને 13 જૂનના રોજ વાવાઝોડા સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દક્ષિણ – પૂર્વ અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થતા ગુજરાતમાં ભારે વરસાદની આગહી કરવામાં આવી છે. હાલ પ્રેશર સિસ્ટમ ડિપ્રેશન ધીમે ધીમે ઉત્તર- પશ્ચિમ તરફ આગળ વધી રહી છે.

હાલ હવામાના વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દીધી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશન સિસ્ટમ વેરાવળથી દક્ષિણ પૂર્વથી 1020 કિ.મી. દૂર છે. જેથી અગામી 12 કલાકમાં ડિપ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે અને 24 કલાકમાં ડિપ્રેશનમાંથી વાવાઝોડામાં પરિવર્તિત થશે.

વેરાવળ, કચ્છ, ગીર, સોમનાથ, પોરબદર, જામનગર, બનાસકાંઠા, સાબરકાઠામાં વાવાઝોડા સાથે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. મહત્તવનું છે કે જો આ વાવાઝોડુ આવે તો મોનસુનનો આખી સિઝનના વરસાદમાં ઘટાડો થઈ શકે છે. આ વાવાઝોડાને પગલે કોઈ જાનહાની કે નુકશાન ન થાય તે માટે એલર્ટ આપવામાં આવ્યુ છે. માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવ્યું છે

હવામાન વિભાગ દ્વારા ગુજરાત સહિત કેરળ અને કર્ણાટકમાં પણ વરસાદની આગાહી કરી છે. વેરાવળ અને પોરબંદરના દરિયામાં એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. ગુજરાત, મહારાષ્ટ્રમાં 75 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે. જેથી 12 અને 13 જૂનના ભારે વરસાદની આગાહી છે.

ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવે છે. કચ્છ, અમરેલી, ભાવનગર, સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જામનગર, પોરબંદર, દ્રારકામાં પણ ભારે વરસાદ પડવાની આશંકા સેવી છે.

12 જૂનથી રાજ્યમાં વરસાદની અસર શરૂ થશે. 13 જૂનના રોજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, જૂનાગઢ અને કચ્છ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. હવામાન વિભાગના અધિકારી જયંત સરકારે જણાવ્યું હતું કે અમે સતત રાજ્ય સરકાર સાથે સંપર્કમાં છીએ.

હવામાન વિભાગની આગાહી બાદ તંત્ર સાબદું થઇ ગયું છે. વેધર વોચ ગ્રુપની આજે સાંજે 4 વાગે બેઠક બોલાવવામાં આવી છે. રાજ્યના મહેસુલ વિભાગ, રિલીફ કમિશનરની બેઠક બોલાવવામાં આવી છે. બેઠકમાં હવામાન વિભાગના અધિકારીઓ હાજર રહેશે. સંભવિત વાવાઝોડા અંગે તકેદારીના ભાગરૂપે બેઠક કરવામાં આવી રહી છે. આ બેઠકમાં સંભવિત વાવાઝોડા અંગે તકેદારીના પગલાં અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે.