વર્ષમાં ૧૦ લાખ રોકડા ઉપાડયા તો ટેક્સ લાગશે, સરકારે તૈયારી શરૂ કરી

વર્ષમાં ૧૦ લાખ રોકડા ઉપાડયા તો ટેક્સ લાગશે, સરકારે તૈયારી શરૂ કરી

। નવી દિલ્હી ।

કેન્દ્રની મોદી સરકારે ડિઝીટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે એક નવું પગલું ભરી શકે છે. મોદી સરકારે એક એવા ટેક્સની સંભાવના ચકાસી રહી છે કે કે જેમાં કોઈ વ્યક્તિ એક વર્ષમાં ૧૦ લાખ રોકડા ઉપાડશે તો તેમણે ટેક્સ આપવો પડશે. કાગળના ચલણના ઉપયોગને ઘટાડવા તથા કાળા નાણા પર પ્રતિબંધ લાવવા માટે આ પગલું ભરવામા આવી રહ્યું છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે તમામ ઉચ્ચ મૂલ્યના રોકડ ઉપાડ માટે આધાર ર્સિટફિકેશન ફરજિયાત બનાવવાની દરખાસ્તને ધ્યાનમાં લેવામાં આવે છે. એવું માનવામાં આવે છે આધાર ર્સિટફિકેશન ફરજિયાત બનાવીને વ્યક્તિગત અને ટેલી ટેક્સ રીટર્નને ટ્ર્કે કરવાનું સરળ છે. આમ કરવાથી સરકાર માત્ર ચોક્કસ ઓળખ નંબરની માગ કરીને આગળ વધશે. જેમ કે રૂપિયા ૫૦,૦૦૦ થી વધુની થાપણની સ્થિતિમાં જ્યાં પાનકાર્ડ ફરજિયાત છે, આવી સ્થિતિમાં યુઆઈડી પ્રમાણપત્ર અને ઓટીપીએ ખાતરી કરશે કે આધાર નંબરનો દુરપયોગ કરવામાં આવશે કે નહીં.

મધ્યમ વર્ગ અને ગરીબોનો ખ્યાલ

એક સરકારી અધિકારીએ જણાવ્યું કે મનરેગા લાભાર્થીને આધાર પ્રમાણિકતાની જરૂર હોય છે પરંતુ ૫ લાખ રૂપિયા સુધી રોકડ ઉપાડવા માટે આ જરૂરી નથી. સરકારનું એવું માનવું છે કે મોટાભાગના વ્યક્તિઓ અને વ્યવસાયોને એક વર્ષમાં ૧૦ લાખ કરતા વધારે રકમની રોકડની જરૂર પડતી નથી. સરકારી સૂત્રોએ એવું પણ જણાવ્યું કે આ પ્લાનને હાલમાં અંતિમ રૂપ અપાઈ રહ્યું છે. મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારો પર કોઈ પણ પ્રકારનો કાનૂની બોજો પડે તેવું કોઈ પણ કામ સરકાર કરવા માંગતા નથી તે પણ સ્પસ્ટ થયું છે.

NEFT અને RTGS પેમેન્ટ્સ પણ મફત

આરબીઆઈ NEFT અને RTGS પેમેન્ટ્સ પર કોઈ શુલ્ક ન લેવાની જાહેરાત કરી ચૂકી છે. જોકે સાથે કાર્ડના ઉપયોગ પર શુલ્કની સમિક્ષાની પણ વાત કરી હતી. ડિઝિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે કે ત્યારે શા માટે કોઈને ૧૦ લાખ કરતા વધારેની રોકડ લેણદેણની અનુમતિ મળવી જોઈએ તે પણ એક સવાલ છે.