પ્રિયંકા ગાંધીનો શિમલામાં આવેલો બંગલો થશે જમીનદોસ્ત? કંગનાના હૉમટાઉનમાં અનેક તર્ક-વિતર્ક

પ્રિયંકા ગાંધીનો શિમલામાં આવેલો બંગલો થશે જમીનદોસ્ત? કંગનાના હૉમટાઉનમાં અનેક તર્ક-વિતર્ક

બીએમસી દ્વારા ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતની ઑફિસ પાડ્યા બાદથી કંગનાના સમર્થનમાં સતત અવાજ ઉઠી રહ્યો છે. હવે હિમાચલ પ્રદેશમાં બીજેપીની મહિલા મોરચાની પ્રમુખે ધમકી આપી છે કે કૉંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીનો શિમલામાં આવેલો બંગલો પણ પાડવામાં આવે. જોકે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે ભાજપા મહિલા મોરચાની પ્રમુખના આ નિવેદનનું સમર્થન નથી કર્યું.

શિવસેનાની જોરદાર ટીકા કરી

રિપોર્ટ પ્રમાણે હિમાચલ પ્રદેશ ભાજપા મહિલા મોરચાની પ્રમુખ રાશિમ ધર સૂદે પોતાના એક વિડીયોમાં ધમકી આપી છે. તેમણે પોતાના વિડીયોમાં કંગનાની ઑફિસ પાડવાને લઇને શિવસેનાની જોરદાર ટીકા કરી છે. તેમણે કહ્યું કે, “જો જરૂર પડી તો અમે કૉંગ્રેસની દીકરી પ્રિયંકા ગાંધીને પણ નહીં છોડીએ, જેમણે શિમલામાં એક ઘર બનાવ્યું છે. અમે વાયદો કરીએ છીએ કે અમે તેમનું પણ ઘર તોડીશું.”

સીએમ જયરામ ઠાકુરે અસહમતિ જાહેર કરી

કંગના રનૌતનો સંબંધ હિમાચલ પ્રદેશથી જ છે. આ જ કારણ છે કે મુંબઈમાં બીએમસીની કાર્યવાહીથી હિમાચલ પ્રદેશના લોકોમાં ઘણો જ ગુસ્સો જોવા મળી રહ્યો છે. ગુરુવારના બીજેપી મહિલા મોરચાએ બીએમસીની કાર્યવાહીની વિરુદ્ધ અને કંગના રનૌતના સમર્થનમાં ધરણા પ્રદર્શન પણ કર્યું. તો ભાજપા નેતાના નિવેદનથી સીએમ જયરામ ઠાકુરે અસહમતિ જાહેર કરી છે.

મહારાષ્ટ્ર સરકારના પગલાંની ટીકા કરી

તેમણે કહ્યું કે, જે રીતે હિમાચલની દીકરી કંગનાને મહારાષ્ટ્ર સરકાર દ્વારા નિશાન બનાવવામાં આવી છે અમે તેની ટીકા કરીએ છીએ, પરંતુ અમે આ નિવેદન (મહિલા મોરચાની પ્રમુખના નિવેદન)ને પણ સમર્થન નથી કરતા.”