રાજ્ય સરકારનો આદેશ, પરપ્રાંતીય શ્રમિકોના કોરોના ટેસ્ટનો ખર્ચ ફેક્ટરી-દુકાન માલિકો ઉઠાવે

રાજ્ય સરકારનો આદેશ, પરપ્રાંતીય શ્રમિકોના કોરોના ટેસ્ટનો ખર્ચ ફેક્ટરી-દુકાન માલિકો ઉઠાવે

લોકડાઉન બાદ રાજ્યમાં આસ્તેઆસ્તે જનજીવન સામાન્ય બની રહ્યુ છે. પ્રવાસી શ્રમિકો ગુજરાત પરત આવી રહ્યા છે ત્યારે કોરોનાની તિવ્રતા ઘટે તે ઉદ્દેશ્યથી શ્રમ અને રોજગાર વિભાગ તૈયાર ગાઈડલાઈન તૈયાર કરાઈ છે. જેના પાલન માટે ગૃહ વિભાગના સેક્શન ઓફિસર ધર્મેશ પરમારની સહી સાથે શનિવારે પ્રસિધ્ધ હુકમમાં કહેવાયુ છે કે, બહારથી આવનારા કામદારોમાં કોવિડ-૧૯ના લક્ષણો જણાય તો તેને ક્વોરન્ટાઈનમાં રખવા, હેલ્થ સ્કિનિંગ કરાવી એન્ટીજન ટેસ્ટ કરાવવાની જવાબદારી નોકરીદાતાની રહેશે. એટલુ જ નહી, નોકરીદાતાએ તમામ કામદારોના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ્લિકેશન ઈન્સ્ટોલ કરાવવી પડશે. કામના સ્થળે સાબુ અને સેનિટાઈઝરની વ્યવસ્થા ઉપરાંત એકથી વધુ કામની પાળી હોય તો દરેક પાળી પેહેલા સ્ક્રિંનિંગ કરીને તેનો રેકર્ડ પણ નિભાવવો પડશે.

ગૃહ વિભાગના હુકમમાં દરેક નોકરીદાતાને પરત આવતા કામદારોના એન્ટિબોડી ટેસ્ટ કરવા કહેવાયુ છે. તેની વ્યવસ્થા માલિકે પોતાના ખર્ચે કરવાની રહેશે. દરેકનું તાપમાન થર્મલ સ્કિનિંગ ગન મારફતે દિવસમા બે વખત કરવુ પડશે. ઓક્સીજન લેવલ તપાસણીમાં જીઁર્ં૨ ૯૪થી નીચે હોય તો કામદારને ટર્સરી હેલ્થ સેન્ટરમાં તપાસઅર્થે મોકલવાના રહેશે. એન્ટિબોડીની હાજરી ધરાવતા અને શરીરનું તાપમાન વધારે હોય, ઓક્સિજનનું સ્તર નિયત મર્યાદામાં હોય તેવા કામદાર ફરજ ઉપર જોડાઈ શકશે પરંતુ, જે કામદારમાં એન્ટિબોડીની હાજરી ન હોય તેમની તપાસ એન્ટીજન ટેસ્ટ મારફતે કરવાની રહેશે અથવા સાત દિવસ માટે ક્વોરન્ટાઈન થવુ પડેશે જેનો ખર્ચ નોકરીદાતાએ ઉઠાવવો પડશે. એન્ટિજન નેગેટિવ આવે પણ કામદારને કોરોનાના લક્ષણો હોય તો ફરજિયાતપણે RT-PCR ટેસ્ટ કરાવાનો રહેશે.

નોકરીદાતાને રોજેરોજ ડેટા મોેકલે, નિયમ ભંગ કર્યો તો પાંચ લાખ દંડ

ગૃહ વિભાગે ફેક્ટરી અને સંસ્થાનના માલિકો પાસેથી દરરોજ પરત આવી રહેલા કામદારોની સંખ્યા, તબીબી તપસણી સાથેનું સમરીપત્ર મોકલવા આદેશ કર્યો છે. જો અચાનક તપાસ દરમિયાન જો કોઈ અનિયમિતતા જણાઈ તો સંસ્થાન કે ફેક્ટરીના માલિક પાસેથી રૂ.૧૦ હજારથી લઈને રૂપિયા પાંચ લાખ સુધીનો દંડ વસૂલવા જિલ્લા વહિવટીતંત્ર અને મ્યુનિસિપાલિટીના અધિકારીઓને આપી છે. એટલુ નહી ગાઈડલાઈનના ભંગના કિસ્સામાં ફોજદારી ગુનો નોંધવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.