જે સ્ટ્રેટેજીક હાઇટ પર ચીનની ખોરી દાનત હતી તેના પર ભારતે જમાવી દીધો કબ્જો

જે સ્ટ્રેટેજીક હાઇટ પર ચીનની ખોરી દાનત હતી તેના પર ભારતે જમાવી દીધો કબ્જો

ચાલબાજ ચીન LAC પર પોતાની નાપાક હરકતથી બાજ આવી રહ્યું નથી. ઇસ્ટર્ન લદ્દાખ વિસ્તારમાં પેંગોંગ લેકની પાસે ચીની સૈનિકોએ ફરી ઘૂસણખોરી કરવાની કોશિષ કરી. જો કે ભારતીય સેનાના જવાનોએ દગાબાજ ચીનની આ કોશિષને નિષ્ફળ કરી દીધી.

સૂત્રોના મતે LAC પર તનાતનીના માહોલને જોતા ભારતીય સેનાની વિકાસ રેજિમેન્ટ બટાલિયન ઉત્તરાખંડથી પેંગોંગ લેકના દક્ષિણ કાંઠાની પાસે તૈનાત કરાયા. બટાલિયને એક સ્ટ્રેટેજીક હાઇટ પર કબ્જો કરી લીધો, જે વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારતના ક્ષેત્રમાં નિષ્ક્રિય હતું.

ચીન એ પણ દાવો કરે છે કે આ ક્ષેત્ર તેમના વિસ્તારમાં આવેલ છે. ચીનીઓનો ઇરાદો આ ઉંચાઇ પર કબ્જો કરવાનો હતો. તેને કબ્જામાં રાખનાર પક્ષને ઝીલ અને આસપાસના દક્ષિણ કાંઠાને નિયંત્રિત કરવામાં રણનીતિક લાભ મળી શકે છે.

ભારતીય સેનાને ચીનના આ પ્લાનિંગનો આભાસ હતો. એવામાં ચીનની તરફથી કેટલાંય નક્કર પગલાં ભરતાં પહેલાં આ નિર્ણય લીધો હતો કે આ સ્ટ્રેટેજીક હાઇટ પર સેનાની ટુકડીને તૈનાત કરવી જોઇએ. જો કે બ્રિગેડના કમાન્ડર સ્તરની બેઠક પહેલાં જ ચુશુલ અને મોલ્ડોમાં આયોજીત થઇ ચૂકી છે જેથી કરીને કેસને ઉકેલી શકાય પરંતુ તેનું કોઇ પરિણામ નીકળી શકયું નહીં.

ભારતે Thakungની પાસે ઊંચાઇ વાળા વિસ્તારોમાં ચાલતા સેનાના લડાકુ વાહનો અને ટેન્કો સહિત હથિયારોને સ્થળાંતરિત કરી દીધા છે. આખા ઓપરેશનમાં સામેલ સૈનિકોમાં ભારતીય અધિકારીઓની સાથઓ સાથ વિકાસ રેજમેન્ટની અંતર્ગત કામ કરનાર તિબ્બતી પણ સામેલ છે.