શહેરો સ્વચ્છ, પણ દેખાતાં નથી: ટોપ-10 સ્વચ્છતા રેન્કિંગમાં ગુજરાતનાં 4 શહેર, ઈન્દોર ચોથી વખત નંબર-1

શહેરો સ્વચ્છ, પણ દેખાતાં નથી: ટોપ-10 સ્વચ્છતા રેન્કિંગમાં ગુજરાતનાં 4 શહેર, ઈન્દોર ચોથી વખત નંબર-1

  • દેશની સૌથી સ્વચ્છ મેગા સિટીમાં આપણું અમદાવાદ પહેલા ક્રમે
  • 2019માં સુરતનો સ્વચ્છતા રેન્ક 14 હતો જ્યારે વડોદરાનો 69 રેન્ક હતો
  • 1થી 10 રેન્કમાં 4 શહેરો પણ 11થી 47માં રાજ્યનું એક પણ શહેર નથી

દેશના સૌથી સ્વચ્છ શહેરોના નામમાં ગુજરાતનાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા ટોપટેનમાં આવ્યાં છે. એક જ રાજયના ચાર શહેરો ટોપટેનમાં આવાનારુ ગુજરાત પ્રથમ છે. રેન્કિંગમાં ચાર મહાનગરો ટોપટેનમાં આવ્યા છે પરંતુ એક પણ શહેર સ્વચ્છ દેખાતા નથી. ડોકયુમેન્ટસના આધારે રેન્કિંગમાં ટોપટેનમાં આવી ગયાં પણ ગ્રાઉન્ડ રિયાલિટી જુદી છે. અમદાવાદમાં પણ રસ્તાઓ પર ગંદકી, સૂકો-ભીનો કચરો અલગ થતો જ નથી અને દૈનિક ધોરણે કચરો નહીં ઉપડતો હોવાની પણ સંખ્યાબંધ ફરિયાદો મળે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓનલાઈન કાર્યક્રમમાં સ્વચ્છ સર્વેક્ષણ 2020ના પરિણામ જાહેર કર્યા હતા. 10 લાખથી વધારે વસ્તીની શ્રેણીમાં 47 શહેરોમાં ગુજરાતનાં 4 શહેર ટોપ ટેનમાં છે. જોકે 11થી 47 રેન્કમાં રાજ્યના એક પણ શહેરને સ્થાન નથી મળ્યું. 2019 કરતાં અમદાવાદ એક રેન્ક ઉપર આવ્યું છે, સુરત 14મા રેન્કથી સીધું બીજા નંબરે પહોંચી ગયું છે.

સૌથી લાંબો કૂદકો મારી વડોદરા 69 રેન્કથી 10મા રેન્ક પર આવી ગયું છે. રાજકોટ 9 રેન્કમાંથી 6 રેન્ક પર આવ્યું છે. 40 લાખથી વધુ વસ્તીવાળા સ્વચ્છ શહેરોમાં અમદાવાદ આખા દેશમાં પ્રથમ ક્રમે છે. સ્વચ્છતા સર્વેક્ષણ 2020 અંતર્ગત જાન્યુઆરી મહિનામાં પ્રથમ અને બીજા ત્રિ-માસિક સરવેના આંકડા જાહેર કર્યા હતા. જેમાં સુરતને પ્રથમ ત્રિ-માસિક સર્વેમાં ત્રીજો અને બીજા

ત્રિ-માસિક સર્વેમાં 20મો ક્રમ મળ્યો હતો. 10થીસુરતને 6000 માર્કસના ચાર ભાગમાંથી સૌથી વધારે 1500માંથી 1500 માર્કસ સીધા નિરીક્ષણમાં મળ્યા છે. અન્ય ત્રણ કેટેગરીમાં 1300 આસપાસ આવ્યા છે. અમદાવાદને પણ સીધા નિરીક્ષણમાં 1498 માર્કસ મળ્યા છે.

સ્વચ્છ સર્વેક્ષણ 2020માં આ રીતે અપાયા માર્કસ કુલ 6000 માર્ક્સમાંથી ચાર વિભાગ પાડવામાં આવ્યા હતા. જેમાં 1500 માર્ક્સ નાગરિકોના પ્રતિભાવના છે. 1500 માર્ક્સ સીધા જ નિરીક્ષણના હતા. એક વિભાગના 1500માંથી 1300 સર્વિસ લેવલમાં કેવા સુધારા થયા છે એની પર આપવામાં આવ્યા છે જ્યારે 200 માર્કસ પ્રથમ ત્રણ ક્વાર્ટરના રેન્કના એવરેજમાંથી અપાયા છે. અન્ય એક વિભાગમાં 1500માંથી 1000 માર્ક્સ કચરા મુક્ત શહેર અને 500 માર્કસ ખુલ્લામાં શૌચક્રિયામુક્ત બાબતના અપાયા છે. 2019માં ખુલ્લામાં શૌચક્રિયામુક્ત બાબતના 5 ટકા જ હતા જ્યારે કચરા મુક્ત શહેરની ગણતરી કરાઇ નહોતી. જે 2020માં કરવામાં આવી છે. સર્વિસ લેવલના સુધારામાં પણ 35 ટકા ફાળો પ્રોસેસિંગ અને નિકાલનો છે.

ઇનોવેટીવ પાટનગરમાં ગાંધીનગર ટોપ પર
40 લાખ વચ્ચેની વસ્તીમાં સેલ્ફ-સસ્ટેનેબલ શહેરમાં રાજકોટ ટૉપ પર રહ્યું છે. દેશના પાટનગરોની ઇનોવેટીવ અને બેસ્ટ પ્રેકટીસીસની શ્રેણીમાં ગાંધીનગર પ્રથમ ક્રમે રહ્યું છે. 1થી 10 લાખની વસ્તી ધરાવતા ટોચના 10 શહેરોમાં ગુજરાતનું પાટનગર ગાંધીનગર 5056.72 સ્કોર સાથે 8માં ક્રમે છે. વર્ષ 2019માં તે 3757 સ્કોર સાથે 22માં સ્થાને રહ્યું હતું. આ કેટેગરીમાં જામનગર 27માં ક્રમે છે જે ગત વર્ષે 80માં ક્રમ પર રહ્યું હતું. કેન્ટોન્ટમેન્ટ બોર્ડ રેન્કિંગમાં અમદાવાદ કેન્ટ 2711 માર્કસ સાથે 16 રેન્ક પર છે.

દેશના ટોપ -10 સ્વચ્છ શહેરો અને તેમનું રેન્કિંગ

રેન્કશહેરસ્કોર
1ઇન્દોર5647.56
2સુરત5519.59
3નવી મુંબઇ5467.89
4વિજયવાડા5270.32
5અમદાવાદ5207.13
6રાજકોટ5157.36
7ભોપાલ5066.31
8ચંદીગઢ4970.07
9વિશાખાપટ્ટનમ4918
10વડોદરા4870.34

ગુજરાતનાં ચાર શહેરોનો લાંબો કૂદકો

શહેરસ્કોર2020 રેન્ક2019 રેન્ક
સુરત5519214
અમદાવાદ520756
રાજકોટ515769
વડોદરા48701079
  • ​​​​​​​11થી 47 રેન્કમાં ગુજરાતના એક પણ શહેરને સ્થાન નથી મળ્યું.

ગુજરાતને ગૌરવ પ્રાપ્ત થયું : મુખ્યમંત્રી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ- દેશના પ્રથમ 10 શહેરોમાં રાજ્યના ચાર શહેરોને સ્થાન મળતાં ગુજરાતને ગૌરવ પ્રાપ્ત થયું છે. ગુજરાતના બે સપૂતો મહાત્મા ગાંધી અને નરેન્દ્ર મોદીની સ્વચ્છતાના આગ્રહ અને અપીલને પ્રજાએ સ્વીકારી છે. આપણા નગરો ગ્રીન અને ક્લીન બને એ આવશ્યક છે.

( Source – Divyabhaskar )