પોતાની જૂની ગાડીને લઈ સચિન થયો ભાવુક, કહ્યું- જેણે પણ આ કાર લીધી હોય તે પાછી આપે

પોતાની જૂની ગાડીને લઈ સચિન થયો ભાવુક, કહ્યું- જેણે પણ આ કાર લીધી હોય તે પાછી આપે

ભારતના દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર પાસે બીએમડબલ્યુ, ફેરારી, નિસાન જીટી-આર જેવી વિશ્વની શ્રેષ્ઠ કાર છે. કાર પ્રત્યેનો તેમનો પ્રેમ દુનિયાથી છુપાયો નથી, પરંતુ બહુ ઓછા લોકો એ જાણે છે કે તે એક ક્રિકેટર બન્યા બાદ તેણે પોતાના પૈસાથી ખરીદેલી પોતાની પહેલી કારને હજુ પણ ભૂલી શક્યો નથી. અને આ કારને લઈ તે ખુબ જ ભાવુક થઈ ગયો છે.

તેંડુલકરે ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી મુદિત દાની સાથે શો ઇન સ્પોર્ટલાઇટમાં પોતાની પહેલી કાર સાથે ભાવનાત્મક લગાવનો ખુલાસો કર્યો હતો. આ દરમિયાન તેણે અપીલ કરી હતી કે જેણે પણ આ કારને ખરીદી છે તે મને સંપર્ક કરે. સચિન ભાવનાત્મક કારણોસર આ કાર પાછી મેળવવા ઈચ્છે છે.

તેંડુલકરે કહ્યું, મારી પહેલી કાર મારુતિ- 800 હતી. કમનસીબે આ કાર હવે મારી પાસે નથી. જો તે ફરીથી મારી પાસે આવે તો મને ગમશે. જે લોકો મારી વાત સાંભળી રહ્યા છે અને તેઓ આ કાર વિશે મારો સંપર્ક કરી શકે છે.

ક્રિકેટના ભગવાને કહ્યું કે મારા ઘરની પાસે એક મોટો ઓપન ડ્રાઇવ ઇન મૂવી હોલ હતો, જ્યાં લોકો તેમની કાર પાર્ક કરીને મૂવીઝ જોતા હતા. તે સમયે હું મારા ભાઈ સાથે અમારી બારીમાંથી કલાકો સુધી ઉભા રહીને આ ગાડીઓને જોતો હતો. ( Source – Sandesh )