હવે જૂનાં સોનાંના દાગીના વેચવા મોંઘા પડશે, 3 ટકા GST ચૂકાવવો પડી શકે છે !

હવે જૂનાં સોનાંના દાગીના વેચવા મોંઘા પડશે, 3 ટકા GST ચૂકાવવો પડી શકે છે !

જૂના સોનાંના દાગીના કે સોનું વેચવા પર મળનારી રકમ પર આવનારા સમયમાં 3 ટકા GST ચૂકાવવો પડી શકે છે. આગામી જીએસટી મીટિંગમાં આ મુદ્દે નિર્ણય લઈ શકાય છે. હાલમાં જ રાજ્યોના વિત્તમંત્રીઓનાં એક ગ્રૃપમાં જૂનું સોનું અને દાગીનાનાં વેચાણ પર 3 ટકા જીએસટી લગાવવાના પ્રસ્તાવ પર લગભગ સહમતિ બની ગઈ છે. કેરળના વિત્તમંત્રી થોમસ ઈસાકે આ જાણકારી આપી છે.

મંત્રી સમૂહમાં કેરળ, બિહાર, ગુજરાત, પંજાબ, કર્ણાટક અને પશ્ચિમ બંગાળના વિત્તમંત્રી સામેલ છે. આ મંત્રી સૂમહનું ગઠન સોનાં અને બહુમૂલ્ય રત્નોનાં પરિવહન માટે ઈ-વે બિલના અમલની સમીક્ષા માટે કરવામાં આવ્યું હતું. મંત્રી સમૂહની બેઠક વીડિયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવી હતી. બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીએ કહ્યું કે, એ નિર્ણય લેવામાં આવ્યો છે કે જો કોઈ રાજ્ય સોનાં માટે ઈ-વે બિલનો અમલ કરવા ઈચ્છે છે, તો તે રાજ્યના અંદર સોનાંની એક જગ્યાથી બીજી જગ્યાએ મોકલવાના મામલામાં આમ કરી શકાય છે. જો કે, GOMનુ માનવું છે કે, એક રાજ્યથી અન્ય રાજ્યમાં સોનાંના પરિવહન માટે ઈ વે બિલનો અમલ વ્યવહારિક નહીં હોય. ઈ વે બિલ હેઠળ સોનું લાવવાની તૈયારી ટેક્સ ચોરીની વધતી ઘટનાઓને જોતાં કરવામાં આવી છે. જીએસટી લાગુ થયા બાદ સોનાંથી મળતા રાજસ્વમાં ઘટાડો આવવો છે.

GOMએ કહ્યું કે, એ નિર્ણય પણ લેવાયો છે કે, સોનાં અને દાગીનાની દુકાનોનને પ્રત્યેક ખરીદ અને વેચાણ માટે ઈ બિલ આપવું પડશે. આ પગલું ટેક્સ ચોરી રોકવા માટે ઉઠાવવામાં આવી શકે છે. હાલ પણ નાનાં છોટે શહેરોથી લઈ મોટા શહેરોમાં અનેક જગ્યાઓએ સોનાંના વેચાણ બાદ દુકાનદાર કાચું બિલ આપી દે છે. તેના પર રોક લગાવવા માટે ઈ બિલની ફરજિયાત બનાવવાની તૈયારી છે.

નવી વ્યવસ્થા લાગુ થયા બાદ જો કોઈ જ્વેલર જુના દાગીના તમારા પાસેથી ખરીદે છે તો રિવર્સ શુલ્ક તરીકે 3 ટકા જીએસટી તમારી પાસેથી વસૂલ કરશે. એટલે કે 1 લાખના દાગીના પર તમને 3 હજાર જીએસટી ચૂકવવો પડશે. તો જો કોઈ જ્વેલર જીએસટી વગર સોનું ખરીદશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે, જીએસટી અને સોનાંના મેકિંગ ચાર્જ પર જીએસટીનો દર અલગ-અલગ છે. સોનાંના મેકિંગ ચાર્જ પર પાંચ ટકા જીએસટી નક્કી કરવામાં આવ્યો છે. એટલે સોનાનાં ઘરેણાં પર અલગ જીએસટી અને સોનાંના મેકિંગ ચાર્જ પર અલગ જીએસટીની રિસિપ્ટ મળશે. જો જ્વેલર્સ આમ નથી કરતો તો તેની સામે ફરિયાદ નોંધાવી શકાય છે. ( Source – Sandesh )