તાત્કાલિક નહીં પણ આટલા દિવસો બાદ તારક મહેતા…માં દિશા વાકાણીની થશે વાપસી

તાત્કાલિક નહીં પણ આટલા દિવસો બાદ તારક મહેતા…માં દિશા વાકાણીની થશે વાપસી

લોકપ્રિય કોમેડી ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયા બેનના પાત્રથી પ્રખ્યાત ટીવી એક્ટ્રેસ દિશા વાકાણીના ફેન્સ માટે એક સારા સમાચાર છે. એક્ટ્રેસની શોમાં જલ્દી વાપસી થઈ શકે છે. સૂત્રો મુજબ દિશા આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ બાદ શોમાં વાપસી કરી શકે છે. જોકે દિશા અને તેની ટીમ તરફથી હાલ આ વિશે કોઈ આધિકારિક જાહેરાત કે નિવેદન આપવામાં આવ્યું નથી. દિશા વાકાણી નવેમ્બર 2017માં તેના પહેલા બાળકની મા બની હતી અને ત્યાર બાદ તે મેટરનિટી લીવ પર ગઈ હતી.

શોમાં દિશા વાકાણીની વાપસીને લઈ છેલ્લા કેટલાક સમયથી અટકળોનો માહોલ સર્જાયો છે. ઘણા સમયથી ચાલી રહેલા વિવાદ બાદ થોડા દિવસ પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે હવે શોના મેકર્સ દયા બેનના રોલ માટે એક નવા ચેહરાની શોધ કરી રહ્યા છે. પરંતુ હવે એવી માહિતી મળી છે કે એકવાર ફરી દિશા વાકાણી શોમાં પરત ફરી શકે છે.

આ પહેલા એવા પણ સમાચાર મળ્યા હતા કે દિશા વાકાણી શોને અલવિદા કહી ચૂંકી છે. જ્યારે દિશાના પરિવારવાળાઓ આ નિર્ણયને દિશાનો વ્યક્તિગત નિર્ણય જણાવતા કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું. જોકે એક્ટર્સ અને મેકર્સે હાલ આ અંગે કોઈ ઓફિશિયલ જાહેરાત કરી નથી. દિશા વાકાણીએ 2014માં બિઝનેસમેન મયૂર પાંડ્યા સાથે લગ્ન કર્યા હતા. દિશા અને મયૂરનો એક દીકરો પણ છે.