અમદાવાદીઓને 40 સેકન્ડ પહેલાં SMSથી ભૂકંપની ચેતવણી મળશે

અમદાવાદીઓને 40 સેકન્ડ પહેલાં SMSથી ભૂકંપની ચેતવણી મળશે

લગભગ ૨૦ વર્ષ પહેલાં ૨૦૦૧ની તા.૨૬ જાન્યુઆરીના રોજ સવારે બનેલી વિનાશક ભૂકંપની દુર્ઘટનાને આજે પણ અમદાવાદીઓ ભૂલ્યા નથી. પ્રજાસત્તાક દિનની સવારે કેટલાંક લોકો જાહેર રજાને લીધે મીઠી નીંદર માણી રહ્યાં હતાં ત્યારે વિનાશક ભૂકંપને કારણે ધરતી ધ્રૂજી ગઈ હતી અને આ ગોઝારી ઘટનામાં કેટલાંક લોકોએ જીવ ગુમાવ્યા હતા અને માલ-મિલકતનું ભારે નુકસાન થયું હતું. જો બધું સમુંસૂતરું પાર પડે તો ઇન્સ્ટિટયૂટ ઓફ સીસ્મિક રિસર્ચ (ISR), ભૂકંપ ત્રાટકે તેની ૪૦ સેકન્ડ પહેલાં લોકોને તેમના મોબાઇલ પર SMS મારફતે એલર્ટ- સાવધ કરીને ઘર કે ઓફિસના બિલ્ડિંગમાંથી બહાર નીકળવા માટેની તક પૂરી પાડશે. ગાંધીનગરમાં ISR એડવાન્સ અર્થક્વેક વાર્નિંગ (EEW) સિસ્ટમ પર કામ કરી રહી છે અને તેનો હેતુ નાગરિકોને તેમના મોબાઇલ પર ૪૦ સેકન્ડ પહેલાં ભૂકંપ વિશે આગોતરી જાણ કરીને તેમની કીમતી જિંદગી અને ગેસ, વીજળીની લાઈન જેવી મહત્ત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું રક્ષણ કરવાનો છે.

આ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે । જ્યારે ભૂકંપ આવે ત્યારે P-વેવ, વિનાશક જી-વેવ અને સરફેસ વેવ એમ ત્રણ વિવિધ કંપન- વેવ મોકલે છે. P- વેવ, શરૂઆતમાં સિસ્મોમીટર દ્વારા શોધી કાઢવામાં આવે છે અને તે સૌથી ઝડપથી આવે છે.  સેન્સર્સ P- વેવ શોધીને તત્કાળ તે ડેટા ચોવીસે કલાક કાર્યરત મોનિટરિંગ સિસ્ટમ પર ટ્રાન્સમિટ થાય છે અને ત્યાં અલ્ગોરિધમ લોકેશન અને ભૂકંપની તીવ્રતા નક્કી કરે છે. S- વેવ, સંભવિત નુકસાન વિશે માહિતી આપે છે. S- વેવ P- વેવને અનુસરે છે.  મોનિટરિંગ સેન્ટરમાંથી તત્કાળ તમારા મોબાઇલ અથવા ડેસ્કટોપ પર ભૂકંપની ચેવતણી ટ્રાન્સમિટ કરે છે. ( Source – Sandesh )