ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મેચ : ભારતીય ક્રિકેટ રસિકોએ ખરીદી લીધી 67% ટિકિટો!

। લંડન ।

૧૬મી જૂને માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની સૌથી રોમાંચક પહેલી મેચ થવાની છે. એ મેચની ૬૬.૬ ટકા ટિકિટો ભારતીય લોકોએ ખરીદી લીધી છે જ્યારે પાકિસ્તાની ક્રિકેટ રસિકોના ભાગમાં માત્ર ૧૮.૧ ટકા ટિકિટો આવી છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી આ મેચ માટે ટિકિટોના બ્લેકના  ભાવમાં જબરજસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. ૩૦ જૂન ર્બિંમગહેમમાં યોજાનારી ભારત-ઇંગ્લેન્ડ મેચની ૫૫ ટકા ટિકિટો ભારતીયોએ ખરીદી લીધી છે. બ્લેક માર્કેટમાં સૌથી સસ્તી ટિકિટનો  ભાવ પણ ૫૦,૦૦૦ રૂપિયા બોલાય છે.

વર્લ્ડ કપ ફાઇનલની ટિકિટનો ભાવ દોઢ લાખ રૂપિયા

આઇસીસી અને મેચોની ટિકિટ વેચનારી તેની પાર્ટનર વેબસાઇટ ટિકિટ માસ્ટર પર ભારત-પાકની પહેલી  મેચની ૨૦,૬૬૮ રૂપિયાની ટિકિટ માટે હવે ૮૭,૫૧૦ રૂપિયાનો ભાવ બોલાય છે.૧૪ જુલાઈએ લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાશે. આ મેચની ટિકિટ માટે પણ દીવાનગી ગજબની છે. ૧૭,૦૦૦ રૂપિયાની ટિકિટનો બ્લેકમાં ભાવ અત્યારે ૧.૫૦ લાખ રૂપિયા થઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
News & Info
Ashadeep Newspaper

હવે મોટર એક્સિડેન્ટના ખોટાં ક્લેઈમ કરતાં સાવધાન, સરકારે કરી SITની સ્થાપના

। અમદાવાદ । રાજ્યમાં વધી રહેલા ખોટા મોટર એક્સિડેન્ટ ક્લેઇમના કેસ અને બારોબાર વીમા કંપનીના નાણાં ઓળવી જવાના કિસ્સાનું પ્રમાણ

Read More »
World
Ashadeep Newspaper

કોરોના પર નવી જાણકારી / અમેરિકાની ટોચની સંસ્થાએ સંક્રમણનાં 6 નવાં લક્ષણોની પુષ્ટિ કરી છે

સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શને જારી કર્યા સંક્રમણના 6 નવાં લક્ષણો; અગાઉ તાવ, ઉધરસ અને શ્વાલ લેવામાં તકલીફને સંક્રમણના લક્ષણો

Read More »