24 વર્ષ બાદ કાશ્મીરમાં થશે કંઇક નવા-જૂની, શાહના એક દાવથી આખો દેશ અચંબામાં પડી જશે!

24 વર્ષ બાદ કાશ્મીરમાં થશે કંઇક નવા-જૂની, શાહના એક દાવથી આખો દેશ અચંબામાં પડી જશે!

ગૃહમંત્રી બન્યા બાદ અમિત શાહ એકદમ ફોર્મમાં છે, કાશ્મીરમાં આર્ટિકલ 370 અને 35A ને ખત્મ કરવાની ચર્ચા તો ચાલી રહી છે, સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીરમાં પરિસીમન પણ કરાવી શકે છે. જે દિવસે અમિત શાહે ગૃહમંત્રી તરીકેનું કામકાજ સંભાળ્યું હતું, એ દિવસે જ તેમણે જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકની સાથે બેઠક કરી હતી અને આ બેઠકે જણાવી દીધું હતું કે નવા નિમાયેલા ગૃહમંત્રીનો પહેલો પડકાર મિશન કાશ્મીર છે.

હવે સૂત્રો પાસેથી સમાચાર મળ્યા છે કે ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરમાં પરિસીમન પર વિચાર કરી રહ્યા છે. પરિસીમન માટે પંચની રચના થઇ શકે છે. જમ્મુ-કાશ્મીરમાં ભાજપના નેતા ઇચ્છે છે કે ઝડપથી પરિસીમન કરાવું જોઇએ. જમ્મુ-કાશ્મીર ભાજપના અધ્યક્ષ કવિન્દ્ર ગુપ્તાનું કહેવું છે કે તેઓ રાજ્યપાલને લખી ચૂકયા છે કે રાજ્યમાં પરિસીમન કરાવામાં આવે. આથી રાજ્યના ત્રણ ક્ષેત્રો જમ્મુ, કાશ્મીર અને લદ્દાખ ક્ષેત્રની સાથે ન્યાય થશે.

વાત એમ છે કે હવે પરિસીમનનું રાજકારણ સમજવું પડશે. જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં કુલ 111 સીટો છે. પરંતુ જમ્મુ કાશ્મીરમાં માત્ર 87 સીટો પર જ ચૂંટણી થાય છે. જમ્મુ કાશ્મીરના સંવિધાનના સેકશન 47 પ્રમાણે 24 સીટો ખાલી રખાય છે. ખાલી કરાયેલી 24 સીટો પાક અધિકૃત કાશ્મીર માટે ખાલી છોડી દેવામાં આવી હતી. જાણકારોનું માનીએ તો આ ગણિતથી ભાજપને સીધો ફાયદો થશે.

ભાજપને કેવી રીતે થશે ફાયદો 
જમ્મુ ક્ષેત્રમાં 37 વિધાનસભા સીટો છે. 2014ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અહીં 25 સીટો જીત્યું હતું. જમ્મુ ક્ષેત્રમાં ભાજપનો દબદબો છે. જો પરિસીમન થયું તો ખાલી પડેલી 24 સીટો જમ્મુ ક્ષેત્રમાં જોડાશે. ભાજપને લાગે છે કે પરિસીમનથી તેને ફાયદો થશે. હવે પરિસીમના રાજકારણનો આગળનો અધ્યાય સમજો.

જમ્મુ-કાશ્મીરમાં 1995માં પરિસીમન કરાયું હતું. રાજ્યના સંવિધાન પ્રમાણે જમ્મુ-કાશ્મીરમાં દર 10 વર્ષ બાદ પરિસીમન થવાનું હતું. પરંતુ તત્કાલીન ફારૂક અબ્દુલ્લા સરકારે 2002મા તેના પર 2026 સુધી પ્રતિબંધ મૂકી દીધો હતો અને હવે ભાજપ ફરીથી પરિસીમન ઇચ્છે છે.

પરંતુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી પરિસીમનને સાંપ્રદાયિક આધાર પર રાજ્યને વહેંચવા તરીકે જોઇ રહ્યા છે. તેમણે ટ્વીટ કરી જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ક્ષેત્રોને ફરીથી તૈયાર કરવાની ભારત સરકારની યોજના અંગે સાંભળીને પરેશાન છું. કારણ વગર પરિસીમન રાજ્યના બીજા એક ભાવનાત્મક વિભાજનને સાંપ્રદાયિક આધાર પર ભડકાવાનો એક સ્પષ્ટ પ્રયાસ છે. ભારત સરકાર જૂના ઘાને ભરવાની અનુમતિ આપવાની જગ્યા એ કાશ્મીરીઓનું દર્દ વધારી રહી છે.

મહેબૂબા મુફ્તી પર ભાજપની તરફથી પલટવાર કરાયો. પૂર્વ દિલ્હીથી ભાજપ સાંસદ ગૌતમ ગંભીરે ટ્વીટ કરી કે હું વાતચીતથી કાશ્મીર સમસ્યાને હલના પક્ષમાં છું. પરંતુ અમિત શાહની પ્રક્રિયાને કઠોર ગણાવી હાસ્યાસ્પદ છે. ઇતિહાસે અમારો ધૈર્ય અને સંયમ જોયો છે, પરંતુ હવે અમારા લોકોની સુરક્ષા જો બળપૂર્વક થાય તો તેને થવા દો.

હવે જોવાનું એ છે કે શપથપત્રમાં કાશ્મીરમાંથી કલમ 370 અને 35A હટાવાનું વચન કરનાર ભાજપ કાશ્મીરમાં શું કેટલાંક ક્રાંતિકારી પગલાં ઉઠાવશે.