દુનિયાને કોરોનાની વેક્સિનની જરૂર જ નથી, માત્ર એક જ વસ્તુ કોરોનાને ખતમ કરી શકે છે

દુનિયાને કોરોનાની વેક્સિનની જરૂર જ નથી, માત્ર એક જ વસ્તુ કોરોનાને ખતમ કરી શકે છે

સમગ્ર દુનિયામાં કોરોના વાયરસ મહામારીએ મોતનું તાંડવ મચાવ્યું છે. આખી દુનિયાના વૈજ્ઞાનિક અને દવા કંપનીઓ આ એક બીમારીની દવા તૈયાર કરવા માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે. પરંતુ આ દરમિયાન બ્રિટેનના એક વૈજ્ઞાનિકે દાવો કર્યો છે કે, લોકોને અસલમાં કોરોના વાયરસથી લડવા માટે કોઇ વેક્સિનની જરૂર નથી લોકો વેક્સિન વિના જ આ વાયરસથી બચી શકે છે.

વધારે ઇમ્યૂનિટી જ આ વાયરસથી બચાવી શકે છે

ઇંગ્લેન્ડની પ્રોફેસર સુનેત્રા ગુપ્તાએ દાવો કર્યો છે કે, કોરોના વાયરસની વેક્સિનની જરૂર ન પડે. જ્યારથી કોરોના વાયરસ ફેલાયો છે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પરંતુ મોટા ભાગના લોકોમાં આ વાયરસથી લડવા માટેની ઇમ્યુનિટી આવી ગઇ છે. જેના કારણે કોરોના વાયરસ આપમેળે ખતમ થઇ જાય છે. સમગ્ર દુનિયામાં આ વાયરસથી મરનારા પહેલાથી જ કોઇના કોઇ બીમારીથી સંક્રમિત હતા. તેમની મોતમાં કોરોના તાત્કાલિક કારણ હોઇ શકે છે પરંતુ એક માત્ર કારણ નથી.

પ્રો. ગુપ્તાએ આગળ જણાવ્યું કે, ખરેખર દુનિયામાં કોરોના વાયરસ માટે કોઇ વેક્સિનની જરૂર જ નથી. લોકો આ વાયરસને પોતે જ માત આપી શકે છે. એવું પણ હોય શકે છે કે ફ્લૂ માફક જ આ મહામારી પણ આપમેળે ખતમ થઇ જશે અને આ માટે વેક્સિનની જરૂર પણ નહી પડે. વેક્સિન કેટલી કારગર સાબિત થશે, તે અંગે ઘણી શોધો થઇ રહી છે. પરંતુ એવું પણ થઇ શકે છે કે કોવિડ-19 મહામારી પણ ફ્લૂ માફક જ એક સંક્રમણ હોય અને આ માટે કોઇ ખાસ વેક્સિનની જરૂર નથી.

ઉલ્લેખનિય છે કે, હવે દુનિયાભરમાં પાંચ લાખથી વધારે લોકો આ જીવલેણ વાયરસના કારણે પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. દુનિયાભરમાં લગભગ 1 કરોડથી વધારે લોકો કોરોના વાયરસ પોઝિટિવ થઇ ચૂક્યા છે.