લ્યો બોલો…અ’વાદ LCB કોન્સ્ટેબલ પાસે 84 લાખની સંપત્તિ મળી આવી, આવક કરતાં 129 ટકા વધારે

લ્યો બોલો…અ’વાદ LCB કોન્સ્ટેબલ પાસે 84 લાખની સંપત્તિ મળી આવી, આવક કરતાં 129 ટકા વધારે

અમદાવાદ જિલ્લાના એલસીબીમાં ફ્રજ બજાવતા આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ જગદીશચંદ્ર કાળીદાસ ચાવડા સામે એન્ટી કરપ્શન બ્યુરોએ અપ્રમાણસર મિલકત ગુનો દાખલ કરી ધરપકડ કરી છે કોન્સ્ટેબલ પાસે તેની આવક કરતાં ૧૨૯ ટકા વધારે એટલે કે, ૮૪.૬૭ લાખની વધુ સંપતિ મળી આવી છે. બે વૈભવી કાર, દીકરાના એકાઉન્ટમાં ૨૨ લાખ, ૧૫ લાખ, વેજલપુરમાં ૨૬ લાખનું ટેનામેન્ટ, મોરૈયા સીમમાં ૮ લાખનો ફ્લેટ પણ મળ્યો છે.

સામાન્ય રીતે આર્મ પોલીસ કર્મી એલસીબી જેવી જગ્યા પર ફ્રજ બજાવતી નથી પરંતુ એક ઉચ્ચ અધિકારીની ભલામણથી છેલ્લા વર્ષોથી એલસીબી જેવી ક્રીમ જગ્યા પર નોકરી કરતા હતા. આવી ક્રીમ પોસ્ટ પર અનેક લોકો લાંબા સમયથી ફ્રજ બજાવે છે અને આ કોન્સ્ટેબલ કોની મહેરબાનીથી લાંબા સમયથી ફ્રજ બજાવતો હતો તેની તપાસ થાય તો સત્ય બહાર આવે ઔતેમ છે.

અમદાવાદ જિલ્લાની એલસીબીના વિરમગામ બીટમાં ફ્રજ બજાવતા જગદીશચંદ્ર વરલી મટકાનો જુગાર ચલાવતા કૌશિક ઠાકોરના ત્યાં જઈ ૫૦ હજારની માંગણી કરી હતી. આમ ૪૦ હજાર નક્કી કરી પોતાને અથવા મળતિયા દશરથ નામના શખસને આપવાનું જણાવ્યું હતું. આ અંગે એસીબીના ડીવાયએસપી એન. ડી. ચૌહાણે તપાસ કરતા બે મકનના દસ્તાવેજ મળી આવ્યા હતા. આમ આવકના સાધનો કરતા ૮૪.૬૭ લાખ વધુ હોવાનું બહાર આવ્યું હતું.