આરોગ્ય / લક્ષણો સરખા હોવાથી હવે કોરોના નેગેટિવ દર્દીનો ટીબીનો રિપોર્ટ કરાવવા આદેશ

આરોગ્ય / લક્ષણો સરખા હોવાથી હવે કોરોના નેગેટિવ દર્દીનો ટીબીનો રિપોર્ટ કરાવવા આદેશ

બન્ને બીમારીમાં ઉધરસ અને તાવ આવે છે અને ફેફસાંને અસર કરે છે

અમદાવાદ. કોરોના અને ટીબીની બીમારીનાં લક્ષણો સામાન્ય રીતે સરખા હોય છે. આથી કોરોના નેગેટિવ રિપોર્ટવાળા દર્દીઓની ટીબીની તપાસ કરવા રાજ્યના આરોગ્ય વિભાગના અધિક નિયામકે આદેશ કર્યો છે. 

રાજ્યના આરોગ્ય વિભાગના અધિક નિયામક ડો.પ્રકાશ વાઘેલાએ આદેશ કર્યો છે કે, કોરોના અને ટીબીની બીમારીનાં લક્ષણો સામાન્ય રીતે સરખા હોય છે. જેમ કે બન્ને બીમારીમાં ઉધરસ અને તાવ આવે છે અને ફેફસાંને અસર કરે છે. આથી દર્દીના ગળફાની તપાસ કરવી, એક્સ-રે પાડવો અને જો ટીબીની બીમારી માલુમ પડે તો તાત્કાલિક સારવાર શરૂ કરી દવાનો કોર્સ પૂરો કરવાનું તેમણે જણાવ્યું છે.