ભારતમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પર 15 જુલાઈ સુધી રોક

ભારતમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પર 15 જુલાઈ સુધી રોક

। નવી દિલ્હી ।

સરકારે ભારતમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ પરની રોક ૧૫મી  જુલાઇ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. ૧૫ જુલાઇ સુધી  ભારતથી કોઇ ઇન્ટરનેશનલ ફ્લાઇટ જશે નહીં કે ભારતમાં આવી શકશે  નહીં. જોકે ડોમેસ્ટિક ફ્લાઇટ સેવાઓ જારી રહેશે. આ આદેશ કાર્ગો  વિમાન અને ડીજીસીએ પાસેથી વિશેષ મંજૂરી લેનાર વિમાનો પર  લાગુ થશે નહીં. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે દેશભરમાં  ૨૫ માર્ચથી લોકડાઉન લાગુ કરાયાના બે દિવસ પહેલાં ૨૩  માર્ચથી દેશમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ પર પ્રતિબંધ લાદી દેવાયો  હતો.

ડીજીસીએ દ્વારા નવી દિલ્હીમાં જારી કરાયેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, શિડયુલ્ડ ઇન્ટરનેશનલ ઇન્ટરનેશનલ કોર્મિશયલ પેસેન્જર સેવાઓ ૧૫ જુલાઇ ૨૦૨૦ના રાતના ૧૧.૫૯ કલાક સુધી સસ્પેન્ડ રહેશે. તેમાં ભારતથી જતી અને ભારત આવતી તમામ આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટનો સમાવેશ થાય છે. જોકે આ નિયંત્રણો ઇન્ટરનેશનલ કાર્ગો ઓપરેશન અને એવિએશન રેગ્યુલેટર પાસેથી વિશેષ પરવાનગી સાથેની ફ્લાઇટ પર લાગુ થશે નહીં. સત્તાવાળાઓ દ્વારા કેટલીક આંતરરાષ્ટ્રીય શિડયુલ્ડ ફ્લાઇટને કેસ બાય કેસના આધારે પરવાનગી અપાશે.

સરકાર હાલ વિવિધ દેશોમાં ફસાઇ ગયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવા માટે વંદે ભારત મિશનનો ત્રીજો તબક્કો ચલાવી રહી છે.