ધરતી પર સાત નહીં આઠ ખંડ, વૈજ્ઞાનિકોએ પુરાવા સાથે બનાવ્યો નવો નકશો

ધરતી પર સાત નહીં આઠ ખંડ, વૈજ્ઞાનિકોએ પુરાવા સાથે બનાવ્યો નવો નકશો

આપણે બધા જાણીએ છીએ ત્યાં સુધી પૃથ્વી પર સાત ખંડ છે. પરંતું શું તમે જાણો છો કે, પૃથ્વી પર સાત નહીં પણ આઠ ખંડ છે. પરંતુ આ આઠમો ખંડ સમુદ્રની નીચે દટાઇ થઇ ગયો છે. આ ખંડ ઓસ્ટ્રેલિયાથી દક્ષિણપૂર્વ તરફ ન્યુઝીલેન્ડની ઉપર છે. હવે વૈજ્ઞાનિકોએ તેને નવો નકશો દેખાડ્યો છે. તેના પરથી ખબર પડે છે કે 50 લાખ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલો છે. એટલે કે આ ભારતના ક્ષેત્રફળ કરતાં લગભગ 17 લાખ વર્ગ કિલોમીટર મોટો છે. ભારતનું ક્ષેત્રફળ 32.87 લાખ કિલોમીટર છે.

આ આઠમા મહાદ્વીપનું નામ ઝીલેંન્ડિયા (Zealandia) છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, આ ખંડ લગભગ 2.30 કરોડ વર્ષ પહેલાં સમુદ્રમાં ડૂબી ગયો હતો.

ઝિલેંન્ડિયા ખંડ સુપર કોન્ટિનેંટ ગોંડવાનાલેન્ડથી 7.90 કરોડ વર્ષ પહેલાં તૂટ્યો હતો. આ ખંડ અંગે પહેલી વખત ત્રણ વર્ષ પહેલાં ખબર પડી હતી. ત્યારથી વૈજ્ઞાનિકો સતત તેના પર રિસર્ચ કરી રહ્યાં છે.

હવે ન્યૂઝીલેન્ડના વૈજ્ઞાનિકોએ તેનો ટેક્ટોનિક અને બૈથીમેટ્રિક નકશો તૈયાર કર્યો છે. જેથી કરીને તેની સાથે જોડાયેલ ભૂકંપીય ગતિવિધિઓ અને દરિયાઈ માહિતી જાણી શકાય.

જીએનએલ સાયન્સના જિયોલૉજિસ્ટ નિક મોરટાઇમર એ કહ્યું કે આ નકશો આપણને સમગ્ર દુનિયા વિશે જણાવે છે. જે ખૂબ જ ખાસ છે. આ એક મોટી વૈજ્ઞાનિક સિદ્ધિ છે.

નિકે જણાવ્યું કે આઠમા ખંડનો ખ્યાલ 1995માં આવ્યો હતો. પરંતુ તેને શોધવામાં 2017 સુધીનો સમય લાગ્યો અને ત્યારબાદ તેને ગુમ થયેલા આઠમા ખંડ તરીકે માન્યતા મળી.

ઝિલેંન્ડિયા ખંડ પ્રશાંત મહાસાગરની અંદર 3800 ફૂટના ઉંડાણમાં આવેલો છે. નવા નકશા પરથી ખબર પડે છે કે ઝિલેંન્ડિયામાં ખૂબ જ ઉંચી-નીચી જમીન છે. કયાંક ખૂબ જ ઊંચા પહાડ છે તો કયાંક ખૂબ જ ઊંચી ખીણો છે. ઝિલેંન્ડિયાનો સમગ્ર હિસ્સો સમુદ્રની અંદર છે. પરંતુ ‘લોર્ડ હોવે આઇલેન્ડની પાસે બોલ્સ પિરામિડ નામનો પર્વત દરિયામાંથી બહાર નિકળ્યો છે. આ જગ્યા પરથી ખબર પડે છે કે સમુદ્રની નીચે પણ એક ખંડ છે.