યુ.એસ.એ ગ્રીનકાર્ડ મેળવવાના રસ્તાઓ

યુ.એસ.એ ગ્રીનકાર્ડ મેળવવાના રસ્તાઓ

કોલંબસે ઈ. સ. ૧૪૯૨માં અનાયાસે અમેરિકા ખંર્ડીની શોધ કરી અને ત્યારથી વિશ્વના બધા જ દેશોના લોકોને ઍ તક અને છતના દેશમાં જવાની ઘેલછા ઉપડી. આજે જા તમારે અમેરિકામાં કાયમ રહેવું હોય તો ‘ઈમિગ્રન્ટ વિઝા’ મેળવવા પડે. ઍ મેળવીને અમેરિકામાં પ્રવેશતા તમને ‘ઍલિયન રજીસ્ટ્રેશન રીસીપ્ટ’ જે ‘ગ્રીનકાર્ડ’ના હુલામણના નામથી પ્રચલિત છે ઍ આપવામાં આવે. ગ્રીનકાર્ડ મળેથી તમે અમેરિકામાં કાયમ રહી શકો. પાંચ વર્ષ બાદ અને અમુક સંજાગોમાં ત્રણ વર્ષ બાદ તમે અરજી કરીને નેચરલાઈઝેશન દ્વારા તમે અમેરિકન નાગરિક પણ બની શકો. આજે વિશ્વમાં આ કારણે ગ્રીનકાર્ડની માંગ ઍટલી વધી ગઈ છે કે ઍ મેળવવા માટેનો સમય ખૂબ જ લંબાઈ ગયો છે.


ગ્રીનકાર્ડ મેળવવાના અનેક રસ્તાઓ છે.
જા તમારા પતિ યા પત્ની અથવા પુખ્ત વયના સંતાનો અમેરિકન સિટિઝન હોય તો તમને ‘ઈમિજેટ રીલેટીવ’ કેટેગરી હેઠળ લગભગ ઍકાદ વર્ષમાં ગ્રીનકાર્ડ મળી શકે છે. ઈમિજેટ રીલેટીવ કેટેગરી હેઠળ અપાતા ગ્રીનકાર્ડ કોટાના બંધનોથી સીમિત નથી. ઍક વર્ષમાં ઍ ગમે તેટલી સંખ્યામાં આપી શકાય છે.


અમેરિકાના ‘ધ ઈમિગ્રેશન ઍન્ડ નેશનાલિટી અઙ્ખક્ટ, ૧૯૫૨’ હેઠળ ચાર જુદી જુદી ફેમિલી તેમ જ ઍમ્પ્લોયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કેટેગરીઅો ઘડવામાં આવી છે.
ફેમિલી પ્રેફરન્સ કેટેગરી હેઠળ અમેરિકામાં રહેતા તમારા ગ્રીનકાર્ડધારક પતિ – પત્ની યા માતા-પિતા તેમ જ અમેરિકન સિટિઝન માબાપ અને ભાઈબહેન તમારા માટે ગ્રીનકાર્ડનું પિટિશન દાખલ કરી શકે છે. આ પિટિશનો હેઠળ અપાતા ઈમિગ્રન્ટ વિઝા કોટાના બંધનોથી સીમિત હોય છે.


વિશ્વના દરેક દેશ વચ્ચે ઍ સરખે ભાગે વહેંચી દેવામાં આવે છે. ભારતના ભાગે આથી આ કોટાની સંખ્યાના સાત ટકા આવે છે. જેમ જેમ ભારતીયોની વસતિ અમેરિકામાં વધતી જાય છે તેમ તેમ ભારતીયો માટે ફેમિલી પ્રેફરન્સ કેટેગરી હેઠળ દાખલ કરાતા પિટિશનોની સંખ્યા વધતી જાય છે. આ કારણસર આજે ઍક અમેરિકન સિટિઝન ઍના ભારતીય ભાઈ યા બહેન માટે ફેમિલી પ્રેફરન્સ કેટેગરી હેઠળ જા ઈમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કરે તો ઍને ઈમિગ્રન્ટ વિઝા મેળવવા માટે વીસથી પચીસ વર્ષ વાટ જાવી પડે ઍવી પરિસ્થિતિ સર્જાઈ છે.


ઍમ્પ્લોયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કેટેગરી હેઠળ પણ આવું જ છે. ઍ માટે ગ્રીનકાર્ડની ઈચ્છા ધરાવતા પરદેશીને અમેરિકાની કંપનીઍ ‘લેબર સર્ટિફિકેશન’ કરાવ્યા બાદ નોકરી આપવી જાઈઍ. પછી ઍના લાભ માટે ચાર જુદી જુદી ફેમિલી પ્રેફરન્સ કેટેગરી હેઠળમાંની ઍકમાં, જે માટે ઍ પરદેશીની લાયકાત હોય, ઍમાં પિટિશન દાખલ કરવું પડે. આ પિટિશનો પણ કોટાથી સીમિત હોય ઍટલે ઍમ્પ્લોયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કેટેગરી હેઠળ પણ આજે વીસ-પચીસ વર્ષ વાટ જાવી પડે છે.


અમેરિકાની સરકાર દર વર્ષે પંચાવન હજાર ગ્રીનકાર્ડ લોટરી દ્વારા આપે છે. પણ આમાં છેલ્લાં બે વર્ષમાં જે દેશના લોકો સૌથી વધુ સંખ્યામાં અમેરિકાના ગ્રીનકાર્ડ મેળવ્યા હોય ઍમને ભાગ લેવાની છૂટ નથી. આથી ભારતીયો વિઝા લોટરીમાં ભાગ લઈ નથી શકતા.


તમે અમેરિકામાં રાજકીય આશરો માગીને અથવા રેફયુજી સ્ટેટસ મેળવીને પણ ત્યાંનું ગ્રીનકાર્ડ મેળવી શકો છો. પણ ભારતમાં ઍવા સંજાગો નથી કે ઍક ભારતીયને અમેરિકા રાજકીય આશરો યા રેફયુજી સ્ટેટસ આપે.


અમુક સંજાગો ઊભા થતા અમેરિકાની સરકાર કાયદા ઘડીને કોઈ ઍક ખાસ દેશ યા ઍના રહેવાસીઅો યા કોઈ ખાસ જાતિ યા વ્યક્તિ માટે ગ્રીનકાર્ડ આપવાનો પ્રબંધ કરી શકે છે. પણ ભારતીયો માટે આવા ખાસ કાયદા ઘડીને અમેરિકાની સરકાર ગ્રીનકાર્ડ આપે ઍ સંભવિત નથી.
તમે જા અમેરિકાના લશ્કરમાં જાડાવ તો તમને ગ્રીનકાર્ડ મળી શકે છે પણ ઍ લશ્કરમાં જાડાવવાની લાયકાત હોવી જાઈઍ અને લડાઈમાં અમેરિકા વતી લડવા જવાની તૈયાર હોવી જાઈઍ.


નોન-ઈમિગ્રન્ટ ઍચ-૧બી યા ઍલ-૧ વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશ્યા બાદ પણ ગ્રીનકાર્ડ મેળવી શકાય છે. આના માટે પણ વર્ષોની વાટ જાવી પડે છે.જા તમે પરણેલા હોવ અથવા અમેરિકામાં તમારું કોઈ અંગત સગુ ન હોય અથવા કોઈ અમેરિકન કંપની તમને નોકરી ન આપે, તમે વિઝા લોટરીમાં ભાગ લઈ ન શકો, તમને રાજકીય આશરો કે રેફયુજી સ્ટેટસ મળી શકે ઍવી તમારા દેશમાં પરિસ્થિતિ ન હોય, તમારા માટે અમેરિકાની સરકાર ખાસ કાયદો ન ઘડે અને તમે અમેરિકન લશ્કરમાં જાડાવવા ન ઈચ્છતા હોય તો પછી તમે અમેરિકાનું ગ્રીનકાર્ડ કેવી રીતે મેળવી શકો?

વર્ષ ૧૯૯૦માં અમેરિકાની સરકારે ઍના ધ ઈમિગ્રેશન ઍન્ડ નેશનાલિટી ઍક્ટ, ૧૯૫૨માં જે ચાર ઍમ્પ્લોયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કેટેગરીઓ હતી ઍમાં ઍક પાંચમી કેટેગરીનો ઉમેરો કર્યો.‘ઍમ્પ્લોયમેન્ટ બેઝ્ડ ફિફર્થ પ્રેફરન્સ કેટેગરી’ (ઈબી-૫) હેઠળ અમેરિકાના નવા ધંધામાં ઍક મિલિયન ડોલર યા અડધો મિલિયન ડોલરનું રોકાણ કરતાં ઍ ધંધામાં દસ અમેરિકનોને નોકરીમાં આપતા અને ધંધો જાતે ચલાવતા રોકાણકારને અને ઍની સાથે સાથે ઍની પત્ની યા પતિ અને ઍકવીસ વર્ષની વયથી નીચેના વયના અવિવાહિત સંતાનોને બે વર્ષનું કંડિશનલ ગ્રીનકાર્ડ આપવું ઍવું ઠરાવવામાં આવ્યું.

નવો બિઝનેસ મોટા શહેરમાં હોય તો રોકાણની રકમ ઍક મિલિયન ડોલર ઍટલે કે દસ લાખ ડોલર અને જા નવો બિઝનેસ પછાત પ્રદેશમાં જેની વસતિ વીસ હજારથી ઓછી હોય અથવા ટાર્ગેટેડ ઍમ્પ્લોયમેન્ટ ઍરીયામાં કરવામાં આવે તો ઈન્વેસ્ટમેન્ટની રકમ અડધો મિલિયન ડોલર ઍટલે કે પાંચ લાખ ડોલરની ઠરાવવામાં આવી. આ પ્રોગ્રામને જાઈઍ ઍટલો પ્રતિસાદ ન મળ્યો ઍટલે વર્ષ ૧૯૯૩માં આ પ્રોગ્રામમાં સુધારો કરવામાં આવ્યો જેને ‘‘ઍમ્પ્લોયમેન્ટ બેઝ્ડ ફિફર્થ પ્રેફરન્સ કેટેગરી ‘પાઈલોટ’ પ્રોગ્રામ’’ તરીકે ઓળખવામાં આવ્યો. આ પ્રોગ્રામ હેઠળ પરદેશી રોકાણકારે અમેરિકાની સરકારે માન્ય કરેલ ‘રિજનલ સેન્ટર’માં રોકાણ કરવાનું અને ઍ રિજનલ સેન્ટરે દરેક રોકાણકાર દીઠ દસ અમેરિકનોને સીધી યા આડકતરી રીતે ઍમણે જે નવો બિઝનેસ શરૂ કર્યો હોય ઍમાં નોકરી આપવાની.

ઈબી-૫ પ્રોગ્રામ તરીકે પ્રચલિત થયેલ આ પ્રોગ્રામનો ૩૦મી સપ્ટેમ્બર, ૨૦૧૯ના દિવસે અંત આવનાર છે. નવા કડક નિયમો અને કાયદામાં વધુ કડક કલમો સાથે આ પ્રોગ્રામ ફરીથી શરૂ કરીને જરૂરથી લંબાવવામાં આવશે. પણ પછાત પ્રદેશમાં અથવા તો ટાર્ગેટેડ ઍમ્પ્લોયમેન્ટ ઍરીયામાં બિઝનેસ કરતાં રિજલન સેન્ટરોમાં રોકાણની રકમ જે આજે અડધો મિલિયન ડોલર ઍટલે કે પાંચ લાખની છે ઍ વધારીને સાડાતેર લાખ ડોલર થાય ઍવી વકી છે!જા તમારે તક અને છતના દેશમાં કાયમ રહેવા જવું હોય તો ઈબી-૫ પાઈલોટ પ્રોગ્રામનો લાભ સત્વરે લો. અનેક ભારતીયો હવેથી આ પ્રોગ્રામ હેઠળ રોકાણ કરવા લાગ્યા છે ઍટલે તમે જા જલ્દી નહીં કરો તો તમે જ કહેશો કે, ‘તમે લઈ ગયા, અમે રહી ગયા.’