કાર્યવાહી / 10 દિવસમાં માસ્ક ન પહેરવા બદલ 25 લાખ દંડ વસૂલાયો

કાર્યવાહી / 10 દિવસમાં માસ્ક ન પહેરવા બદલ 25 લાખ દંડ વસૂલાયો

  • 10થી 19 જૂનમાં મ્યુનિ.એ 12880ને દંડ્યા
  • સૌથી વધુ 5.33 લાખ દંડ દક્ષિણ ઝોનમાંથી વસૂલ્યો

અમદાવાદ. અનલોકના 10 દિવસમાં જ મ્યુનિ.એ 12880 નાગરિકો પાસેથી માસ્ક ન પહેરવા બદલ કુલ 25.76 લાખનો દંડ વસૂલ્યો છે.

ડીજીપી દ્વારા માસ્ક સિવાય ફરતાં નાગરિકોને દંડવાની સત્તા હવે પોલીસને સોંપવામાં આવી હોવાની જાહેરાત કરી છે, જોકે મ્યુનિ. તંત્ર દ્વારા પણ માસ્ક સિવાય ફરતા લોકોને દંડ ફટકારવાનું યથાવત્ છે. માત્ર 10થી 19મી જુન સુધીમાં જ મ્યુનિ. દ્વારા 12880 જેટલા નાગરિકોને માસ્ક ન પહેરવા બદલ  દંડ ફટકારવામાં આવ્યો છે. તેમની પાસેથી રૂ.25.76 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે.

આ ઝોનમાંથી આટલો દંડ વસૂલાયો

મધ્ય313200
પૂર્વ415000
પશ્ચિમ479000
ઉત્તર315200
દક્ષિણ533200
ઉ.પશ્ચિમ284200
દ.પશ્ચિમ236200
કુલ2576000