…જ્યારે કર્નલને માર્યા તો સૈનિકોએ ગોળી કેમ ના ચલાવી? : અમરિંદર સિંહ

…જ્યારે કર્નલને માર્યા તો સૈનિકોએ ગોળી કેમ ના ચલાવી? : અમરિંદર સિંહ

ગલવાન ઘાટીમાં ભારત-ચીનના સૈનિકોની વચ્ચે થયેલી હિંસક ઝડપ પર પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પ્રશ્ન કર્યો છે. કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે જ્યારે વિશ્વાસઘાતી ચીને કર્નલને મારી નાંખ્યા તો ભારતીય સૈનિકોએ ગોળી કેમ ના ચલાવી? ત્યાં હાજર બીજા ઓફિસરોએ ગોળી મારવાનો આદેશ કેમ ના આપ્યો. જો હું ત્યાં હોત તો શુટનો ઓર્ડર તરત આપી દેત.

એક ઇન્ટરવ્યુમાં કેપ્ટને કહ્યું કે અમારા સમયે સૈનિકોમાં ગુસ્સો હતો. હવે આપણી આર્મી ખૂબ મજબૂત થઇ ચૂકી છે. દરેક મોરચા પર જવાબ આપવામાં સક્ષમ છે, પચી એક જીવના બદલામાં કેમ ત્રણ ચીની સૈનિકોને ઠાર કર્યા નહીં?

કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે ચીને હંમેશા દગો દીધો છે. 1962 બાદથી જ ‘હિન્દી ચીની ભાઇ-ભાઇ’વાળા સંબંધ ખત્મ થઇ ચૂકયા છે. ચીની સૈનિક ઘૂસણખોરી કર્યા બાદથી હવે ગલવાન પર દાવો કરી રહ્યા છે. આ ઇન્ટેલીજન્સ ફેલ્યોર છે. કેપ્ટને કહ્યું કે આપણે 20 જવાન ગુમાવ્યા છે. પીએમની પણ કેટલીક જવાબદારી હોવી જોઇએ.

60 વર્ષથી વાતચીત જ ચાલી રહી છે….
વાતચીત દ્વારા રસ્તો નીકાળવાના પ્રશ્ન પર કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે છેલ્લાં 60 વર્ષથી વાતચીત જ થઇ રહી છે. આપણે ચીનને જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર રહેવું જોઇએ. કેપ્ટન એ કહ્યું કે જો ચીનની પાસે ન્યૂક્લિઅર પાવર છે તો આપણે પાસે પણ છે. ઇન્ડિયન આર્મી તેમને પોતાના સ્તર પર જવાબ આપવામાં સંપૂર્ણપણે સક્ષમ છે.

વિદેશ મંત્રાલયે નિવેદન બદલી દીધું
ચીન સરહદ પર ભારતીય સૈનિકોને નિહત્થે મોકલવાના પ્રશ્ન પર કેપ્ટને કહ્યું કે વિદેશ મંત્રાલય પોતાના નિવેદનથી 48 કલાકમાં પલટી ગયું. પહેલાં મંત્રાલયની તરફથી કહેવામાં આવ્યું કે હથિયાર વગરના સૈનિક હતા, પછી બોલ્યા હથિયાર લઇને આવ્યા હતા. ખેર જે પણ હતું, જો હથિયાર લઇને ગયા હતા તો કમાન્ડરના મોત બાદ શૂટનો ઓર્ડર કેમ આપવામાં ના આવ્યો?