40% એમેરિકન કોરોનાથી બચવા માટે ખાવાની વસ્તુઓને બ્લીચિંગથી ધોવે છે, સ્કિન પર ક્લિનિંગ સ્પ્રેનો છંટકાવ કરે છે

40% એમેરિકન કોરોનાથી બચવા માટે ખાવાની વસ્તુઓને બ્લીચિંગથી ધોવે છે, સ્કિન પર ક્લિનિંગ સ્પ્રેનો છંટકાવ કરે છે

  • અમેરિકાની સૌથી મોટી સ્વાસ્થ્ય એજન્સી સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)એ 502 લોકો પર સર્વે કર્યો
  • CDC દ્વારા કરવામાં આવેલા ઓનલાઈન સર્વેમાં જણાવ્યા પ્રમાણે, લોકો સ્વસ્છતાની વસ્તુઓનો કેટલો યોગ્ય ઉપયોગ કરી રહ્યા છે

અમેરિકામાં 40 ટકા લોકો કોરોનાથી બચવા માટે ક્લિનર, ડિસઈન્ફેક્ટન્ટ,બ્લીચિંગ એજન્સીનો એવો ઉપયોગ કરી રહ્યા છે જે તેમના જીવને જોખમમાં મૂકે છે. ખાવાની વસ્તુઓને બ્લીચિંગથી ધોઈ રહ્યા છે. ડિસઈન્ફેક્ટન્ટને સૂંઘે છે અથવા પીવે છે. ઘરમાં સફાઈ માટે ઉપયોગમાં લેવામાં આવતા ક્લિનિંગ સ્પ્રેનો ઉપયોગ પોતાની સ્કિન પર કરી રહ્યા છે. આ વાત અમેરિકાની સૌથી મોટી સ્વાસ્થ્ય એજન્સી સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના સર્વેમાં સામે આવી છે. 

CDCની ચેતવણી, આ પદ્ધતિઓ શરીરને નુકસાન કરી શકે છે
CDCના સર્વેમાં જણાવ્યા પ્રમાણે, કોરોનાથી બચવા માટે જે લોકો આ રીતો આપવાની રહ્યા છે તેઓ તેમના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. CDCના સંશોધકોએ સર્વે રિપોર્ટમાં આવું કરતા લોકોને ચેતવણી આપી છે. તેમના જણાવ્યા પ્રમાણે, આ રીતે શરીરના આંતરિક ભાગોને નુકસાન પહોંચી શકે છે અથવા ઈજા પહોંચાડે છે. તેથી તેનો ઉપયોગ કરવાનું ટાળો. 

સાપ્તાહિક રિપોર્ટમા જાહેર કરવામાં આવ્યા પરિણામ
CDCએ  આ પરિણામો પોતાના સાપ્તાહિક રિપોર્ટમાં જાહેર કર્યા છે. પરિણામોમાં જણાવ્યા અનુસાર, સર્વેનું લક્ષ્ય એ જાણવાનું હતું કે, કોરોનાકાળમાં સફાઈમાં ઉપયોગમાં લેવામાં આવતા ઉપ્તાદનનો ઉપયોગ કેવી રીતે કરવો. ઓનલાઈન સર્વેમાં અમેરિકાના 18થી 86 વર્ષની વયના 502 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. તેમને ઘરમાં સફાઈમાં ઉપયોગમાં આવતા ક્લિનર, ડિસઈન્ફેક્ટન્ટ, તેમનું સામાન્ય જ્ઞાન, વર્તન અને કોરોનાથી પોતાને કેવી રીતે સુરક્ષિત રાખવા તેના સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. 

18 ટકા લોકોએ પોતાના પર ડિસઈન્ફેક્ટન્ટનો છંટકાવ કર્યો 
સર્વેમાં 19 ટકા લોકોના જણાવ્યા પ્રમાણે, તેઓ ફળ, શાકભાજી અને અન્ય ખાદ્યા વસ્તુઓને ખાતાં પહેલાં બ્લીચિંગથી ધોવે છે. 18 ટકા લોકોએ પોતાના ઘરમાં ડિસઈન્ફેક્ટન્ટ અથવા ઘરેલુ ક્લિનરનો છંટકાવો કરવાની વાત સ્વીકારી હતી. 4 ટકા લોકો એવા પણ હતા જેમણે બ્લીચિંગ અને બીજા ક્લિનિંગ એજન્ટ પીધા અથવા તેનાથી કોગળા કર્યા. 

54 ટકા લોકો બાળકોને સેનિટાઈઝરથી દૂર રાખે છે
સર્વેમાં મોટી સંખ્યામાં લોકો સફાઈ કરવાની રીત જાણતા હતા પરંતુ કેટલાક એવા પણ હતા કે જેમની રીતોથી જીવનું જોખમ વધી જતું. 65 ટકા લોકોના જણાવ્યા પ્રમાણે, તેઓ બ્લીચિંગ અને વિનેગરને મિક્સ કરીને સફાઈ કરે છે. 41 ટકા લોકોના જણાવ્યા પ્રમાણે, તેઓ તેમાં એમોનિયા મિક્સ કરે છે. 54 ટકા લોકોનું કહેવું હતું કે, તેઓ સેનિટાઈઝરને બાળકોની પહોંચથી દૂર રાખે છે. 

લોકોએ સ્વીકાર્યું કે તેમની તબિયત બગડી હતી
CDCના સર્વેમાં સામેલ એક ચોથા ભાગના લોકોના જણાવ્યા પ્રમાણે, ગત મહિને તેમની તબિયત લથડી હતી. તેમના જણાવ્યા પ્રમાણે, તેનું કારણ ક્લિનર અથવા ડિસઈન્ફેક્ટન્ટ હોઈ શકે છે. આવા લોકોમાં આંખો બળતરા, માથામાં દુખાવો, ઉબકા, અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જોવા મળ્યા હતા.