વિશ્વ આરોગ્ય સંસ્થા સાથે અમેરિકાના તમામ સંબંધ પૂર્ણ કરવાની ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી

વિશ્વ આરોગ્ય સંસ્થા સાથે અમેરિકાના તમામ સંબંધ પૂર્ણ કરવાની ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી

ચીન ઓછું ભંડોળ આપતું હોવા છતાં WHOને કાબૂમાં રાખતું હોવાથી ટ્રમ્પ લાલઘૂમ

વોશિંગ્ટન. વિશ્વભરમાં કોરોના વાઈરસના ફેલાવા પછી અનેક દેશો ચીનના વિરોધી થઈ ગયા છે. અમેરિકા પણ કોરોના વાઈરસના પ્રકોપ સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સાથે પણ તમામ સંબંધ પૂરા કરી નાંખવાની જાહેરાત કરી છે. 
વર્ષે અમેરિકા 45 કરોડ ડૉલરનું દાન આપે છે
ટ્રમ્પે કહ્યું છે કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને ચીન દર વર્ષે ફક્ત ચાર કરોડ ડૉલર આપે છે, જ્યારે અમેરિકા 45 કરોડ ડૉલરનું દાન આપે છે. આમ છતાં, વિશ્વની અત્યંત મહત્ત્વની આ સંસ્થા પર ચીન આધિપત્ય ધરાવે છે.  વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન વૈશ્વિક સ્તરે સૂચવેલા અને જરૂરી સુધારા કરવામાં નિષ્ફળ નીવડ્યું છે, જેથી અમે તેની સાથેના તમામ સંબંધો પર તોડી નાંખીએ છીએ.