આરોગ્ય સેતુ એપને લઈને સરકારે કરી મહત્વની જાહેરાત, ભૂલો શોધી આપનારને મળશે ઇનામ

આરોગ્ય સેતુ એપને લઈને સરકારે કરી મહત્વની જાહેરાત, ભૂલો શોધી આપનારને મળશે ઇનામ

છેલ્લા કેટલાયે સમયથી કોરોનાની સાથે સાથે Aarogya Setu એપ પણ ચર્ચામાં રહી છે. Covid-19ને ટ્રેસિંગ કરનાર આ એપનો સોર્સ હવે જાહેર કરી દેવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી આ એપને લઈને પ્રાઇવસીના મામલે એક્સપર્ટ સવાલો કરી રહ્યા હતા. સાથે મોટા પ્રમાણમાં આનો સોર્સ કોર્ડ પબ્લીક કરી દો તેવી માંગ ઉઠી હતી.

નીતિ ઓયોગે એક પ્રેસ કોન્ફરસ કરીને એપના સોર્સ કોડને પબ્લીક કરવાની જાહેરાત કરી હતી. નીતિ આયોગ અનુસાર આ એપના લોન્ચ થયાના 41 દિવસમાં 10 કરોડ લોકોએ ધડાધડ તેને ડાઉનલોડ કરી હતી. હાલ આરોગ્ય સેતૂ એપનો સોર્સ કોડ જાહેર કરી દેવામાં આવ્યો છે.

આગામી થોડા સમયમાં સરકાર iOS અને KaiOS વર્ઝન આરોગ્ય સેતુ એપનો સોર્સ કોડ પણ જાહેર કરી દેશે. GitHub પર આરોગ્ય સેતુ એપનો સોર્સ કોડ લાઈવ કરી દેવામાં આવ્યો છે. સરકારે દાવો કર્યો છે કે દુનિયામાં પહેલી વાર આટલા મોટા સાઈઝના કોઈ ટ્રેસિંગ એપનો સોર્સ કોડ જાહેર કરી દેવામાં આવ્યો છે.

નોંધનીય છે કે સિંગાપોરે તેની ટ્રેસ ટૂ ગેધર એપના સોર્સ કોડને ખૂબ પહેલા જ જાહેર કરી દીધો હતો, જો કે સિંગાપોરની વસ્તી અનુસાર, આ એપ્લિકેશનનું ભારત જેટલા વપરાશકર્તાઓ નથી.

નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર એટલે કેNIC કે જે આ એપ્લિકેશનનો ડેવલોપર્સ છે, તેણે આ એપ્લિકેશન માટે બગ બાઉન્ટિની જાહેરાત કરી છે. એટલે કે આ એપ્લિકેશનમાં ખામી શોધી આપનારને ઇનામ આપવામાં આવશે.

શું ફાયદો થશે?
આ એપ્લિકેશનના સોર્સ કોડને પબ્લીક કર્યા પછી, હવે ડેવલોપર્સ અને સુરક્ષા પરીક્ષણો કરનારા હેકર્સ આ એપ્લિકેશનને વધુ સારી રીતે ચકાસી શકશે. આ એપ્લિકેશનમાં ખૂબી અને ખામીઓ બહાર આવશે, જેથી આ એપ્લિકેશનને પ્રાઈવસીની દ્રષ્ટિએ સુધારી શકાય.