Whatsappમાં સ્કેન કરતાં જ એક ઝાટકે કોન્ટેક્ટ થઇ જશે SAVE

Whatsappમાં સ્કેન કરતાં જ એક ઝાટકે કોન્ટેક્ટ થઇ જશે SAVE

ઇન્સટન્ટ મેસેજીંગ એપ વોટ્સએપ (Whatsapp)માં ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ જેવા નવા ફીચર આવી ગયા છે. હવે નવા કોન્ટેક્ટ જોડવા માટે તમને નંબર ટાઇપ કરવા કે સેવ કરવાની જરૂર નથી. બસ એક QR કોડ સ્કેન કરતાં જ નવો કોન્ટેક્ટ જોડાઇ જશે. વોટ્સએપ એ આ નવા ફીચરને એન્ડ્રોયડ અને iOSના લેટેસ્ટ બીટા વર્ઝનમાં આપવાનું શરૂ કરી દીધું છે. તેને ટૂંક સમયમાં જ સ્ટેબલ વર્ઝન માટે પણ રોલઆઉટ કરાશે.

આ રીતે કામ કરશે આ ફીચર

આ ફીચર આવ્યા બાદ વોટ્સએપ યુઝર્સના કોન્ટેક્ટ QR કોડ તરીકે દેખાશે. આ QR કોડમાં તમારો ફોન નંબર છુપાયેલો હોય છે. પછી જો તમે કોઇ નવો નંબર તમારા વોટ્સએપ લિસ્ટમાં જોડવા માંગો છો તો તમારે બસ તમારો QR કોડ સ્કેન કરવો પડશે. બીટા વર્ઝનમાં QR કોડ જોવાનો અને સ્કેન કરવાનો ઓપ્શન વોટ્સએપના Settings menuમાં આપેલો છે.

તમે જેવું Settings પર ટેપ કરશો તમને તમારી પ્રોફાઇલની બરાબર બાજુમાં QR કોડનો આઇકોન દેખાશે. તેના પર ટાઇપ કરતાં તમને તમારો QR કોડ દેખાશે. જો કોઇ તમારો નંબર જોડવા માંગે તો આ QR કોડ તેમને કામ આવશે. તેની બરાબર બાજુમાં તમને Scan Codeનું ઓપ્શન જોવા મળશે.