અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 11 લોકોના કમકમાટીભર્યા મોત, 6 ઘાયલ

અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 11 લોકોના કમકમાટીભર્યા મોત, 6 ઘાયલ

અમેરિકામાં થયેલ માસ શૂટિંગની ઘટનાએ ફરી એકવખત દુનિયાને ચોંકાવી દીધી છે. હવે અહીં એક સરકારી ઓફિસમાં ફાયરિંગના સમાચાર છે, જેમાં 11 લોકોના મોત થયા છે, જ્યારે બીજા 6 લોકો ઘાયલ થયા છે. આ ફાયરિંગ અમેરિકાના વર્જિનિયા રાજ્યના એક બીચની પાસે આવેલી સરકારી બિલ્ડિંગમાં બની. પોલીસે કહ્યું કે ગોળી ચલાવનાર વ્યક્તિ લાંબા સમયથી સરકારી કર્મચારી હતો. પોલીસ પ્રમુખ જેમ્સ કેર્વેરા એ શુક્રવારના રોજ પત્રકારો સાથે કહ્યું કે ગોળી ચલાવનાર કર્મચારીને પણ ઠાર કરી દેવાયો છે.

આ ઘટના ત્યાંના સમય પ્રમાણે સાંજે ચાર વાગ્યે બની છે. એ સમયે હુમલાખોર અચાનક બિલ્ડિંગમાં ઘૂસ્યો અને અંધાધૂંધ ગોળીઓ ચલાવા લાગ્યો. ઘાયલ થનાર લોકોમાં એક પોલીસકર્મી પણ સામેલ છે, તેનો જીવ બુલેટપ્રૂફ જેકેટ હોવાના લીધે બચી ગયો.

આ વર્ષમાં 150મું મોટું શૂટિંગ
અમેરિકામાં આ વર્ષે આવી સૌથી મોટી શુટિંગ ઘટનાઓ થોભવાનું નામ લઇ રહ્યું નથી. શુક્રવારના રોજ બનેલી આ ઘટના આ વર્ષે 150મી આટલી મોટું શૂટિંગ હતું. મોટી શૂટિંગ ઘટનાનો મતલબ કે એવી ઘટના કે જેમાં ચાર થી વધુ લોકો પર હુમલો કે પછી તેમના મોત થયા હોય.