ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકાને દુઆઓની જરૂર છે, આથી હવે હું ઇચ્છું છું કે…

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકાને દુઆઓની જરૂર છે, આથી હવે હું ઇચ્છું છું કે…

કોરોના સંકટનો ખતરો અને વૈજ્ઞાનિકોની સલાહોને નજરઅંદાજ કરી રહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ લોકડાઉનમાં અપાતી છૂટછાટને વધારવાના મૂડમાં છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે હવે રાજ્યોના ગવર્નરોને પ્રાર્થનાઘરો ખોલી દેવા માટે કહ્યું છે. તેમણે પ્રાર્થના સ્થળોને જરૂરી સ્થાનોની યાદીમાં ગણાવીને આ નિવેદન આપ્યું હતું.

વ્હાઈટ હાઉસમાં મીડિયા સમક્ષ ટ્રમ્પે કહ્યું હતું કે મારા આદેશ પર સેંટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અલગ-અલગ સમુદાયો માટે દિશા નિર્દેશ રજૂ કર્યા છે. કેટલાક રાજ્યોએ દારૂની દુકાનો અને એબોર્શન ક્લિનિક ખોલવાનું જરૂરી માન્યું છે પણ ચર્ચ તથા અન્ય ધાર્મિક સ્થાનોને લઈ પોતાની સહમતિ દર્શાવી નથી. હું આ રાજ્યોના ગવર્નરોને હું આહવાન કરું છે કે તેઓ ચર્ચ તથા પૂજાના અન્ય ધાર્મિક સ્થળોને તાત્કાલિક ખોલવા માટે મંજૂરી આપે. આ સ્થળો આપણા સમાજને જોડી રાખવાનું કામ કરે છે. આજે હું પ્રાર્થનાઘર, ચર્ચ, મંદિર અને મસ્જિદોને જરૂરી સ્થળોની કેટેગરીમાં મૂકી રહ્યો છું કેમ કે તે જરૂરી સેવા પ્રદાન કરે છે.

ટ્રમ્પે કહ્યું હતું કે ગવર્નર આ અંગે જેમ બને તેમ જલ્દી નિર્ણય લે. જો તેવો આવું કરવામાં અસમર્થ રહેશે તો મારે તેમના વિરોધમાં જવું પડશે. અમેરિકાને ઓછી નહીં પણ વધુ દૂઆ અને પ્રાર્થનાની જરૂર છે. તમને જણાવી દઈએ કે કોરોના મહામારીને નજર સમક્ષ રાખીને અમેરિકામાં ચર્ચ સહિત દરેક ધાર્મિક સ્થળોને બંધ કરી દેવામાં આવ્યાં છે. સામૂહિક પ્રાર્થના કરવા પર પણ પ્રતિબંધ છે.