પહેલી જ કેબિનેટ બેઠકમાં મોદી સરકારે ખેડૂતોને લઈને લીધો મહત્વનો નિર્ણય

પહેલી જ કેબિનેટ બેઠકમાં મોદી સરકારે ખેડૂતોને લઈને લીધો મહત્વનો નિર્ણય

કેન્દ્રની મોદી સરકારે પોતાની પહેલી જ કેબિનેટ બેઠકમાં 3 મહત્વના નિર્ણય લીધા છે. જે અંતર્ગત હવે દેશના તમામે તમામ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સમ્માન યોજનાનો લાભ મળશે. આ યોજના અંતર્ગત હવે 12 કરોદ ખેડૂતોને વર્ષમાં 6 હજાર રૂપિયા આપવામાં આવનાર હતાં, પરંતુ હવેથી તે સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને 15 કરોડ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સમ્માન યોજનાનો લાભ મળશે.

લોકસભાની ચૂંટણી 2019 પહેલા મોદી સરકારે ખેડૂતો માટે દર વર્ષે 6 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. ચાર હજાર રૂપિયા સુધીની ચુકવણી તો કરી દેવામાં આવી છે. આ રકમ ખેડૂતોના સીધા બેંક ખાતામાં જ જમા કરાવવામાં આવી હતી.

નવી સરકાર બન્યા બાદ મોદી સરકારની પ્રથમ કેબિનેટ મિટિંગ મળી હતી. વડાપ્રધાન મોદીના મંત્રી મંડળે શુક્રવારે બપોરે વિધિવત્ત રીતે પોતાના ખાતાઓના ચાર્જ સંભાળ્યા હતા. ગૃહ મંત્રી અમિત શાહ સિવાય મોટા ભાગના કેબિનેટ મંત્રીઓએ પોતાની ઑફિસમાં જઈને ચાર્જ સંભાળી લીધા હતા. મંત્રીઓએ ચાર્જ લીધા બાદ આજે મોદી સરકારના પ્રથમ કેબિનેટ બેઠકનું આયોજન કરાયું હતું. વડાપ્રધાન મોદી સહીત અને તેમની મંત્રી મંડળના સભ્યો આ બેઠકમાં ભાગ લેવા માટે આવી પહોંચ્યા હતા.

વડાપ્રધાન મોદીએ વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ આ નિર્યણ કર્યો હતો. નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે પદભાર સંભાળ્યા બાદ પીએમ સ્કોલરશીપમાં વધારો કર્યો છે. પીએમ મોદીએ શહીદોના બાળકો માટે સ્કોલરપીશપમાં વધારો કર્યો છે. પીએમ મોદીએ શહીદોના બાળકો માટે સ્કોલપશીપ 2 હજારથી વધારીને રૂ. 2500 કરી છે.

જ્યારે બીજો નિર્ણય ખેડૂતોને લઈને લીધો હતો. જેમાં હવેથી 12 કરોડના બદલે દેશના 15 કરોડ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સમ્માન યોજનાનો લાભ આપવામાં આવશે. આ મામલે કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું હતું કે, વડાપ્રધાન ખેડૂતોની ચિંતા કરે છે. માટે જ તેમણે ઉપયુક્ત્ત નિર્ણય લીધો છે. ખેડૂતોની આવક બમણી કરવી એ અમારો લક્ષ્યાંક છે. પહેલા 2 કરોડ ખેડૂતો એવા હતાં કે જે આ યોજનામાંથી બાકાત હતાં.

આ યોજના પાછળ અત્યાર સુધીમાં સરકારને 75 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડતો હતો, તેમાં હવે 12 હજાર કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ કરવામાં આવશે. આ નિર્ણય જ દર્શાવે છે કે મોદી સરકાર ખેડૂતોની સમસ્યાઓનું સમાધાન કરવા નક્કમ છે.

ખેડૂતો અને અસંગઠીત કામદારો માટે પેંશન યોજના

આ ઉપરાંત ખેડૂતો અને અસંઠીત કામદારો માટે પેંશન યોજનાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ બાબતનો પણ ભાજપના સંકલ્પ પત્રમાં વાયદો કરવામાં આવ્યો હતો. પેંશન યોજના અંતર્ગત 18 થી 40 વર્ષના લોકોને 60 વર્ષની ઉંમર બાદ દર મહિને 3 હજાર રૂપિયા આપવામાં આવશે. આ યોજનામાં 10 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થાય તેવું અનુંમાન છે. પેંશન સ્કિમ અંતર્ગત 18 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિને 55 રૂપિયા દર મહિને આપવાના રહેશે. આટલી જ રકમ સરકાર તરફથી જોડવામાં આવશે.