ફેસબુક તેના યૂઝરને રૂપિયા કમાવવાની આપશે તક, એક વીડિયો અને કમાણી ચાલુ

ફેસબુક તેના યૂઝરને રૂપિયા કમાવવાની આપશે તક, એક વીડિયો અને કમાણી ચાલુ

સોશિયલ નેટર્કિંગ સાઇટ ફેસબુક ખુબ જલદી લાઇવ વીડિયો જોનારા યૂઝરને ફી ચૂકવવા કહેવાની તૈયારીમાં છે. કંપની તરફથી કોરોના વાઇરસ મહામારીના દોરમાં પરફોર્મિંગ આર્ટ સાથે સંકળાયેલા લોકોને આર્થિક મદદ પહોંચી શકે તે હેતુસર આવી વ્યવસ્થા કરવા જઇ રહી છે. ફેસબુક પર આવેલા એક નવા ફીટરની મદદથી યૂઝર્સ લાઇવ બ્રોડકાસ્ટ શરૂ કરતાં પહેલાં નક્કી કરી શકશે કે પોતાના લાઇવ વીડિયોને તે ફ્રી રાખવા માગે છે કે તે વીડિયોને એક્સેસ કરનારા પાસથી કોઇ ફી વસૂલવા માગે છે.

લૉકડાઉનને કારણે ઘરોમાં બંધ પરફોર્મરની મદદ માટે ફેસબુકે આ ફીચર શરૂ કર્યું છે. તેમાં સંગીતકાર, કોમેડિયન, પર્સનલ ટ્રેનર વક્તા વગેરેનો સમાવેશ થાય છે. ફેસબુકનું નવું ટૂલ તેમને પરફોર્મન્સ વખતે આવક રળવામાં મદદ કરશે. કોઇક વીડિયો સ્ટ્રીમની મદદથી કોઇક ચેરિટી માટે ફંડ એકઠું કરવા માંગતું હોય તો તેવા યૂઝસ પોતાના લાઇવ સ્ટ્રીમમાં ડોનેટ બટન પણ લગાવી શકે છે.

2018માં ફેસબુકે પોતાના ગેમિંગ ફીચર માટે આવા પેમેન્ટ ફીચરને લોન્ચ કર્યું હતું. વીડિયો ગેમ પ્લેયર માટે તૈયાર થયેલા સ્ટ્રિમિંગ પ્લેટફોર્મ પર યૂઝર ગેમરના સ્ટ્રીમ પર ડોનેટ કરી શકતા હતા.

કંપનીની નહીં પણ યૂઝરની તરફેણમાં ફીચર લોન્ચ

ડોનેટ ઓપ્શનની મદદથી આવેલી 10૦ ટકા રકમ ફેસબુક સીધા નોન-પ્રોફિટિંગ સંગઠનના ખાતામાં જમા કરશે. તે પૈકી કોઇ ભાગની વસૂલી નહીં કરે. ફેસબુક પોતાની સ્ટ્રિમિંગ સેવાને પહેલાં કરતાં બહેતર બનાવવા માંગે છે. તેથી નાના મોટા પરિવર્તન કરી રહ્યું છે. હવે લાઇવ વીડિયો એક્સેસ કરનાર યૂઝરને પહેલાં ફી ચૂકવવા કહેવામાં આવશે. ફીની ચુકવણી કર્યા પછી યૂઝર પોતાની પસંદગીના પરફોર્મરે શેર કરેલો લાઇવ વીડિયો જોઇ શકશે.