કોરોનાથી સાજા થયેલા લોકો ફરીથી સંક્રમિત નહીં થાય તેની કોઇ ગેરંટી નથી

કોરોનાથી સાજા થયેલા લોકો ફરીથી સંક્રમિત નહીં થાય તેની કોઇ ગેરંટી નથી

વર્લ્ડ હેલ્થ અોર્ગેનાઇઝેશનની ચેતવણી

સાજા થઇ ગયેલા લોકો સાવચેતી રાખશે નહીં તો તેમનાથી સંક્રમણ વધવાની શક્યતા

હાલમાં એ વાતના કોઇ પુરાવા મળ્યા નથી કે કોરોનાથી સાજા થઇ ગયેલા લોકો ફરીથી આ રોગના શિકાર નહીં બને તેના કોઇ પુરાવા મળ્યા નથી તેમ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(ડબ્લ્યુએચઓ)એ એક નિવેદનમાં જણાવ્યું છે. 

ડબ્લ્યુએચઓેએ વિભિન્ન દેશોની સરકારો દ્વારા કોરોનાથી સાજા થયેલા લોકોને ઇમ્યુનિટી પાસપોર્ટ અથવા રિસ્ક ફ્રી સર્ટીફિકેટ આપવા સામે ચેતવણી આપતા જણાવ્યું છે કે તેમની શુદ્ધતાની કોઇ ગેરંટી નથી. 

ડબ્લ્યુએચઓએ વધુમાં જણાવ્યું છે કે વર્તમાન પરિસ્થિતિમાં આવા લોકો દ્વારા સંક્રમણનો ખતરો વધારે વધશે કારણક સાજા થઇ ગયેલા લોકો જરૃરી સાવચેતી રાખશે નહીં. 

ઉલ્લેખનીય છે ચીલિએ ગયા સપ્તાહમાં જણાવ્યું હતું કે તે આ બિમારીથી સાજા થઇ ગયેલા લોકોને હેલ્થ પાસપોર્ટ આપવાનું શરૃ કરશે. તપાસ પછી જાણવા મળશે કે તેમનામાં વાઇરસની પ્રતિરોધક એન્ટિબોડીઝ વિકસિત થઇ ચૂકી છે તો તે તરત કામ કરવા પરત ફરી શકશે.