કોરોના સંકટ / અમેરિકામાં નોકરીઓ બચાવવા ટ્રમ્પ ઈમિગ્રેશન વિઝા પર પ્રતિબંધ લગાવશે

કોરોના સંકટ / અમેરિકામાં નોકરીઓ બચાવવા ટ્રમ્પ ઈમિગ્રેશન વિઝા પર પ્રતિબંધ લગાવશે

  • કોરોના વાઈરસના કારણે અમેરિકામાં હજારો સંખ્યામાં છટણી થઈ રહી છે
  • દેશમાં કુલ દર્દીઓની સંખ્યા 7,92,795 છે, જ્યારે અત્યાર સુધીમાં 42,514 લોકોના મોત થયા છે

વોશિંગ્ટન. જીવલેણ કોરોના વાઈરસે દુનિયામાં સૌથી વધારે અમેરિકામાં હાહાકાર મચાવ્યો છે. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન લોકોની નોકરી બચાવવા માટે એક મોટું પગલું લીધુ છે. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાથી બહારના લોકોના આવવા પર અસ્થાઈ રીતે પ્રતિબંધ લગાવવામાં આવષે. એટલે કે ઈમિગ્રેશન વિઝા આપવાનું બંધ કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે ટ્વિટ કરીને જાહેરાત કરી છે કે, અમેરિકામાં અપ્રવાસનને અસ્થાઈ રીતે બંધ કરવાના વિશેષ આદેશને મંજૂરી આપીશ.

ટ્રમ્પે શું કર્યું ટ્વિટ?

ટ્રમ્પે ટ્વિટ કર્યું, અદ્રશ્ય દુશ્મનના હુમલાને ધ્યાનમાં રાખીને, અમારા અમેરિકન્સ નાગરિકોની નોકરીઓ બચાવવા માટે હું સંયુક્ત રાષ્ટ્રમાં અસ્થાઈ રીતે ઈમિગ્રેશન વિઝા પર પ્રતિબંધ મુકવાના આદેશને મંજૂરી આપીશ.

અમેરિકામાં થઈ રહી છે હજારોની સંખ્યામાં છટણી
ટ્રમ્પની કાર્યકારીનો આદેશ અહેવાલ હાલ સામે નથી આવ્યો. ટ્રમ્પે જણાવ્યું છે કે, તેઓ ક્યારે આ આદેશ પર હસ્તાક્ષર કરવાના છે. અમેરિકામાં કોરોના વાઈરસના કારણે હજારોની સંખ્યામાં કર્મચારીઓની છટણી થઈ રહી છે. ગયા સપ્તાહમાં 2.2 કરોડ અમેરિકન નાગરિકોએ બેરોજગારી ભથ્થા માટે અરજી કરી છે. આ સંજોગોને ધ્યાનમાં રાખીને ટ્રમ્પે ઈમિગ્રેશન વિઝા પર પ્રતિબંધ મુકવાની વાત કરી છે. 

નોંધનીય છે કે, ભારતીય આઈટી પ્રોફેશનમાં લોકપ્રીય વિઝા H-1B વિઝા ઈમિગ્રેશન વિઝા છે. ટ્રમ્પે કહ્યું છે કે, અમેરિકન નાગરિકોની નોકરીની સુરક્ષા માટે આ પગલું લેવું જરૂરી છે.