ગુજરાત કોરોનાઃ છેલ્લા 24 કલાકમાં 116 પોઝિટિવ કેસ નોંધાયા, અમદાવાદમાં વધુ 3 લોકોનાં મોત

ગુજરાત કોરોનાઃ છેલ્લા 24 કલાકમાં 116 પોઝિટિવ કેસ નોંધાયા, અમદાવાદમાં વધુ 3 લોકોનાં મોત

આરોગ્ય સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં નવા 116 પોઝિટિવ કેસ નોંધાયા છે. આણંદમાં સાત કેસ નોંધાયા છે. નર્મદામાં 2 કેસ નોંધાયા છે. 663 દર્દીઓની હાલત સ્થિર છે. છ દર્દીઓ વેન્ટિલેટર પર છે. ગુજરાતમાં કોરોનાના કારણે કુલ 33 લોકોનાં મોત નિપજયા છે. આજે 3 દર્દીઓનાં મોત નિપજ્યા છે.

ગુજરાતમાં કોરોનાથી મૃત્યુદર 4.97 ટકા છે. અમદાવાદમાં સવાર પછી આજે 46 કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 766 થઈ ગઈ છે. આજે ગુજરાતમાં નવા 71 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં 6 પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધી 19797 લોકોની તપાસ કરાઈ છે. સુરતમાં 3, વડોદરામાં 5 અને ભરૂચમાં 2 કેસ પોઝિટિવ નોંધાયા છે.

આજે ગુજરાતના 23 જિલ્લામાં કોરોના પ્રસર્યો છે. અમદાવાદમાં ત્રણ લોકોનાં મોત થયા છે. તો ખેડાવાલા અને સીએમ રૂપાણી અંગે આરોગ્ય સચિવે જણાવ્યું કે, ખેડાવાલાથી સીએમનું સેફ ડિસ્ટન્સ હતું. તેમજ 5 લોકો સાજા થતા તેમને રજા આપવામાં આવી છે.