AC ખરીદનારાઓ માટે ખુશખબર, મોદી સરકાર આપશે સાવ સસ્તામાં, કિંમત જાણી લાગશે નવાઇ

AC ખરીદનારાઓ માટે ખુશખબર, મોદી સરકાર આપશે સાવ સસ્તામાં, કિંમત જાણી લાગશે નવાઇ

ધમધોખતા તાપમાં લોકો ત્રાહિમામ થઇ જાય છે. આ ગરમીથી રાહત અપાવા માટે મોદી સરકાર પ્રજાને નવી ગિફ્ટ આપવાની તૈયારીમાં છે. સત્તામાં જોરદાર વાપસીની સાથે જ મોદી સરકાર હવે આમ આદમીને સસ્તામાં એર કંડીશન (AC) ઉપલબ્ધ કરાવશે.

વાત એમ છે કે જ્યારે પારો ચરમ પર હોય છે ત્યારે દરેક લોકો પોતાના ઘરમાં એર કંડીશન (AC) લગાવા માંગે છે પરંતુ ભાવ સાંભળીને પગ પાછા પડી જાય છે. પરંતુ આવા લોકો માટે ખુશખબરી છે જે મોંઘા હોવાથી એસી ખરીદી શકતા નથી. હવે મોદી સરકાર ઘરે-ઘરે એસી પહોંચાડવા માટે સસ્તા એસી બજારમાં ઉપલબ્ધ કરાવા જઇ રહ્યું છે.

AC 20 થી 30% સસ્તા હશે
મળતી માહિતી પ્રમાણે સરકારની તરફથી બજારમાં ઉપલબ્ધ ACના ભાવ બીજી કંપનીઓના એસી કરતાં 15 થી 20 ટકા સસ્તા હશે. કેટલાંક મીડિયા રિપોર્ટમાં 30 ટકા સુધી એસી સસ્તા થવાની વાત છે.

બજારમાં આ AC સરકારી કંપની EESL ઉપલબ્ધ કરાવશે. આ ACની સૌથી મોટી ખાસિયત હશે કે તેના ઉપયોગથી વીજળીનો વપરાશ ઓછો થશે. આથી તમારા વીજળી બિલામાં પણ અંદાજે 35-40 ટકા સુધીનો ઘટાડો આવશે.

ગ્રાહક આ એસીને ઘરે બેઠા ઓનલાઇન ખરીદી શકશે. ઓનલાઇન બુકિંગના 24 કલાકની અંદર જ એસી ગ્રાહકના ઘરમાં લગાવાની ગેરંટી છે. તેના માટે સરકારી કંપની EESL જુલાઇથી સામાન્ય ગ્રાહકો માટે માર્કેટ પ્લેટ લોન્ચ કરશે. સાથો સાથ આ એસીની સાથે એક્સચેન્જ ઓફરનો પણ ફાયદો મળશે. આ એસી બજારમાં જુલાઇથી ઉપલબ્ધ થવાનો અંદાજો છે. એટલે બસ તમારે માત્ર એકાદ-દોઢ મહિનાની રાહ જોવી પડશે.

સસ્તામાં આ ગ્રાહકોને જ મળશે AC
જેમનું નામ વીજળી કનેકશનમાં હશે તેમણે બીલ બતાવું પડશે પછી જ એસી મળશે. આ એસી વીજળીની બચત કરવામાં બજારમાં વેચાતા 5 સ્ટાર રેટિંગ એસીની સરખામણીમાં કયાય વધુ સક્ષમ હશે. કંપનીએ આવતા વર્ષ સુધીમાં 2 લાખ એસી વેચવાનો લક્ષ્ય મૂકયો છે. એલજી, પેનાસોનિક, બ્લુ સ્ટાર, ગોદરેજ જેવી કંપનીઓને એસી સપ્લાય કરવાની રેસમાં છે.

EESL એ કંપની છે જે બજારમાં સસ્તા ભાવે એલઇડી બલ્બ, પંખા અને એલઇડી ટ્યુબલાઇટ લોકોને આપે છે. સસ્તા પંખા અને ટ્યુબલાઇટને વેચવાનું કામ વીજળી વિતરણ કંપનીઓ ડિસ્કોમના માધ્યમથી કરાય છે. સામાન્ય લોકોને સસ્તા ભાવ પર એસી વેચવાનું કામ પણ ડિસ્કોમના માધ્યમથી જ કરી શકાય છે.

કેવી રીતે શકય છે સસ્તા AC? 
ઇઇએસએલના મતે બલ્કમાં એસીની ખરીદી કરવા પર ભાવ ઓછો થઇ જશે. એલઇડી બલ્બ અને પંખા પણ જથ્થાબંધ ખરીદતા ઓછી કિંમતમાં મળી ગયા. મળતી માહિતી પ્રમાણે એક વર્ષ સુધીની ગેરંટી હશે. જ્યારે એસીના કોમ્પ્રેશરની ગેરંટી 5 વર્ષ સુધી હશે.