કેમ PM મોદી સાંજે 7 વાગ્યે જ શપથ લેશે?, ખાસ છે જ્યોતિષ કનેક્શન

કેમ PM મોદી સાંજે 7 વાગ્યે જ શપથ લેશે?, ખાસ છે જ્યોતિષ કનેક્શન

23 મેએ નરેન્દ્ર મોદીના પક્ષમાં પ્રચંડ જનાદેશથી વિજય મેળવ્યો જેની દેશ-વિદેશમાં ભારે ચર્ચા છે. તમામ રાજનીતિક ગણિત અને સમીકરણોને મોદી અને જનતાનો તેમના પ્રત્યેનો લગાવે ધ્વસ્ત કરી નાખ્યા. ચુંટણીના સમયે જનતા અને લોકતંત્રના કારક ગ્રહ શનિ અને ધર્મ અને આશ્ચર્યના કારક ગ્રહ કેતુની યુતિથી આવા પરિણામોનું કારણ બન્યુ. લોકસભામાં બહુમતીથી જીત મેળવનારા મહાનાયક મોદી 30 મે ગરૂવારે સાંજે 7 કલાકે શપથ ગ્રહણ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શપથ વખતે વૃશ્ચિક લગ્નનો ઉદય થઈ રહ્યો હોવાથી જે સંયોગ થઈ રહ્યા છે તે સમયે જન્મ લગ્ન અને જન્મ રાશિ પણ છે. વૃશ્ચિક લગ્ન શપથ ગ્રહણ કુંડળીમાં લગ્નમાં બેઠેલ ગુરૂ પંચમેશ અને સપ્તમ ભાવમાં દશમેશ સૂર્ય અને અષ્ટમેવ બુધની દૃષ્ટીથી પ્રભાવ પડશે.

રાજયોગમાં મોદી લેશે શપથ

આ યોગના પ્રભાવથી કેટલાક મહિનાઓમાં કેન્દ્ર સરકાર હજારોની સંખ્યામાં ખાલી જગ્યાઓ પર નવી નોકરીઓમાં ભરતી કરશે આ પ્રક્રિયામાં કેટલોક વિવાદ પણ થશે. પ્રધાનમંત્રી મોદી અને ભારત બંનેની કુંડળીઓમાં ચંદ્રમાની મહાદશા ચાલી રહી છે. મોદી સરકારના શપથ ગ્રહણના સમયે ચન્દ્રમા મીન રાશિમાંથી થઈને ગુરૂમાં દૃષ્ટી કરી રહ્યા છે જ એક મોટો રાજયોગ છે.

મોદી સરકારે શા માટે સાંજનો સમય પસંદ કર્યો

આ દિવસે મધ્યાન્હ પૂર્વે પંચક લાગશે. ત્યારબાદ 1 કલાક અને 30 મિનિટથી 3 વાગ્યાસુધી રાહુકાળ છે. ચોઘડિયા અનુસાર 3 કલાક 55 મિનિટથી અશુભ કાળ ચોઘડિયુ શરૂ થવાનુ છે જે સાંજે 5 કલાક 55 મિનિટે સમાપ્ત થશે અને શુભ ચોઘડિયુ આરંભ થશે જે 7 કલાક 12 મિનિટ સુધી રહેશે, આ રીતે સંધ્યાનો આ સમય શુભ રહેશે.

સૂર્યાસ્ત પહેલા 24 મિનિટનો સમય ‘ગોઘૂલિ’ મુહૂર્ત કહેવામાં આવે છે. આ મુહૂર્ત કેટલાયે અશુભ યોગોને દુર કરનાર માનવામા આવે છે. શપથ ગ્રહણના સમયમાં બીજા ઘરમાં ઘનુ રાશિમાં ગોચર કરી રહેલ શનિ અને કેતુ મૃત્યુ સ્થાન એટલેકે અષ્ટમ ભાવમાં પડેલ રાહુ અને મંગળ ખુબજ અશુભ છે. આ યોગના કારણે સરકાર આવતા કેટલાક સમયમાં અસામાન્ય ચોમાસુ, કોઈ મોટા નેતા સાથે અનહોની, પ્રાકૃતિક આપત્તિઓનો સામનો કરવાનો આવશે.