કોરોનાવાઇરસ / ઈરાનમાં અફવા- મિથેનોલથી કોરોના વાઈરસ મરી જાય છે, તે પીનારા 300 લોકો મૃત્યુ પામ્યા, 1000 બીમાર

કોરોનાવાઇરસ / ઈરાનમાં અફવા- મિથેનોલથી કોરોના વાઈરસ મરી જાય છે, તે પીનારા 300 લોકો મૃત્યુ પામ્યા, 1000 બીમાર

ચેપના સંકટ વચ્ચે લોકો સારવાર માટે ખોટી રીત અપનાવી રહ્યાં છે 

તહેરાન: ઈરાનમાં દરેક જગ્યાએ ભયજનક માહોલ જોવા મળી રહ્યું છે. સ્થાનિક મીડિયા અનુસાર અહીં અફવા ફેલાઈ છે કે મિથેનોલ પીવાને કારણે કોરોના વાઈરસ મરી જાય છે. તેનાથી બોડી સેનિટાઈઝ થઈ જાય છે. જોકે અફવાને સત્ય માની લેતાં  લોકો તે પી ગયા અને 300 મૃત્યુ પામ્યા જ્યારે એક હજારથી વધુ લોકો બીમાર પણ થઈ ગયા. તેમાં એક 5 વર્ષનું બાળક પણ છે જેણે આંખની રોશની ગુમાવી છે. તેના માતા-પિતાએ તેને બળજબરીપૂર્વક મિથેનોલ પીવડાવી દીધું હતું. શુક્રવારે 2926 નવા કેસ સામે આવ્યા હતા અને 144 નવા મોત પણ થયા. તેનાથી મૃતકાંક 2378 પહોંચી ગયો છે. અત્યાર સુધી 32,300 ચેપગ્રસ્ત મળ્યાં છે. જોકે લોકોનો આરોપ છે કે વાસ્તવિક આંકડા તેનાથી અનેક ગણાં વધુ છે. સરકાર તેને ઓછો બતાવી રહી છે. શરૂઆતમાં સરકારે લોકોને કહ્યું કે તે વાઈરસથી ગભરાય નહીં. શત્રુ ખતરાને વધારી ચઢાવીને બતાવે છે. જેથી કામકાજ ઠપ થઈ જાય. તમે ગભરાશો નહીં, કામ કરતા રહો. અમેરિકા અને ઈન્ટરનેશનલ સંસ્થાનોની મદદ લેવાથી પણ ઈરાને ઈનકાર કરી દીધો છે. 

ઈરાનમાં ધાર્મિક સ્થળોને બંધ કર્યા

  • તંત્રએ હવે કોમ અને મશહાદ શહેરમાં તમામ ધાર્મિક સ્થળોને બંધ કર્યા. અહીંના ધાર્મિક સ્થળ શિયાઓ માટે પવિત્ર મનાય છે. 
  • દર વર્ષે અહીં લાખો શ્રદ્ધાળુ આવે છે. આ વિસ્તાર કોરોનાનું કેન્દ્ર છે. અહીંથી વાઈરસ સમગ્ર દેશમાં ફેલાયો છે. 16 દેશોમાં વાઈરસ ઈરાનથી પહોંચ્યો છે.