અમેરિકામાં 32 લાખ બેકાર લોકોએ કોરોના ભથ્થાં માટે અરજી કરી!

અમેરિકામાં 32 લાખ બેકાર લોકોએ કોરોના ભથ્થાં માટે અરજી કરી!

યુરોપમાં કોરોનાના અઢી લાખ કેસ, એશિયામાં 1 લાખથી વધુ

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશને ચીનના રોગચાળાની અવગણના કરી, હવે વ્હુની મદદ કરતાં પહેલા વિચારવું પડશે : ટ્રમ્પ

વૉશિંગ્ટન/લંડન, તા. 26 માર્ચ 2020, ગુરુવાર

ચીનથી શરૂ થયેલા કોરાનાવાઈરસે હવે યુરોપમાં ડેરો જમાવ્યો છે. યુરોપમાં અત્યાર સુધીમાં અઢી લાખથી વધારે કેસ નોંધાયા છે અને તમામ યુરોપિયન દેશો વાઈરસની લપેટમાં આવી ગયા છે. યુરોપમાં સૌથી વિપરિત અસર ઈટાલી, સ્પેન, જર્મની, ફ્રાન્સમાં થઈ રહી છે. ઇટાલીમાં 75 હજાર જ્યારે સ્પેનમાં 56 હજાર કેસ નોંધાયા છે. એશિયામાં કેસની સંખ્યા 1 લાખ ઉપર નોંધાઈ છે. વૈશ્વિક મૃત્યુઆંક 22 હજાર ઉપર પહોંચી ગયો છે, જ્યારે વિશ્વમાં કુલ કેસ 4.90 લાખથી વધારે થયા છે. સાજા થયેલા દરદીની સંખ્યા પણ 1.18 લાખથી વધારે છે.

અમેરિકાએ કોરોનાથી અર્થતંત્રને બચાવવા માટે આર્થિક સહાયની જાહેરાત કરી હતી. તેની સામે મદદ મેળવવા માટે 32 લાખ અરજી મળી છે. અમેરિકામાં 32 લાખ લોકોએ પોતે બેકાર હોવાથી સહાય મળવી જોઈએ એવી અરજી કરી છે. અમેરિકા જેવા સક્ષમ અને જગતનુ અગ્રણી અર્થતંત્ર ધરાવતા દેશ માટે આ આંકડો ચિંતાજનક છે. તેનાથી અમેરિકાના અર્થતંત્ર પર વિપરિત અસર થશે એવુ નિષ્ણાતો માને છે. દરમિયાન ટ્રમ્પે કહ્યું હતુ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આ રોગચાળાની અવગણના કરી છે. ચીન પ્રત્યે નરમ વલણ રાખ્યું એટલે રોગચાળો ત્યાંથી બધે ફેલાયો એવો આક્ષેપ ટ્રમ્પે કર્યો હતો. ટ્રમ્પે એમ પણ કહ્યું હતુ કે એક વખત સ્થિતિ થાળે પડી પછી ઑર્ગેનાઈઝેશનને કેટલી મદદ કરવી એ વિચાર કરવો પડશે.

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશને કહ્યું હતુ કે યુરોપમાં મોટી સંખ્યામાં કેસ છે, પરંતુ હવે ફેલાવાનો દર ધીમો પડયો છે. એ રાહતના સમાચાર છે.  જોકે સ્પેનમાં મૃત્યુઆંક ચાર હજાર ઉપર પહોંચ્યો છે. માટે સ્પેનિશ સરકારે 1939માં ખતમ થયેલા સિવિલ વૉર પછીની સૌથી મોટી આફત ગણાવી હતી. 

દ.કોરિયામાં 97 વર્ષના દરદી સાજા થયા

કોરોના મોટી ઉંમરના વ્યક્તિને વધુ અસર કરે છે. સાથે સાથે મજબૂત ઈચ્છા શક્તિ અને યોગ્ય સારવાર મળે તો ગમે તે ઉંમરે સાજા થઈ શકાય છે. દક્ષિણ કોરિયામાં 97 વર્ષના એક દાદા કોરોનામાંથી સાજા થયા છે. બે અઠવાડિયાની સારવાર પછી એ દાદાને કોરોનામુક્ત જાહેર કરી દવાખાનેથી રજા અપાઈ હતી.

સરહદ બંધ કરવા બ્રિટનની વિચારણા

બ્રિટનના ગૃહ મંત્રી પ્રિતી પટેલે જણાવ્યુ હતુ કે ભારતની માફક પગલાં લેવાનો અમે વિચાર કરી રહ્યાં છીએ. કોરોનાએ બ્રિટનને પણ ધમરોળ્યું છે અને રાજવી પરિવાર સહિતના સેલિબ્રિટી ચેપગ્રસ્ત બન્યા છે. એ સમયે ગુજરાતી મૂળના પ્રિતી પટેલને ભારતનો સરહદ બંધીનો આઈડિયા પસંદ આવ્યો છે. ભારતે દેશી અને પરદેશી તમામ ફ્લાઈટ પર બ્રેક મારી દીધી છે. બ્રિટન પણ આગામી દિવસોમાં સંપૂર્ણપણે ફ્લાઈટ બંધ કરે એવી શક્યતા છે. 

કોરોના: કેસ, મૃત્યુ અને રિકવર

દેશકેસમૃત્યુરિકવર
ચીન81,218328173,650
ઈટાલી7438675039362
અમેરિકા68,2111,027394
સ્પેન49,5153,6475,367
જર્મની37,3232063,547
ઇરાન27,0172,0779,625
ફ્રાન્સ25,2331,3313,900
સ્વિત્ઝરલેન્ડ10,897153131

સિંગાપોરમાં 33 અબજ ડૉલરનું પેકેજ 

સિંગાપોર સરકારે કોરોના સામે લડવા માટે 33.17 અબજ ડૉલરનું પેકેજ જાહેર કર્યું છે. આ રકમનો ઉપયોગ ઉદ્યોગો અને કામદારોને મદદ કરવા માટે થશે. આ પહેલા પણ બજેટ વખતે સિંગાપોર સરકારે કોરોના સામે લડવા 4.4 અબજ ડૉલરની જાહેરાત કરી હતી. ચીનની પડોશમાં આવેલો હોવાથી સિંગાપોર બહુ પહેલેથી કોરોનાની લપેટમાં આવ્યો હતો.

અન્ય દેશોમાં શું સ્થિતિ છે?

ફિલિપાઈન્સમાં કોરોનાથી 9 ડૉક્ટર મૃત્યુ પામ્યા છે.

પોલેન્ડમાં પાદરીએ લોકોને ચર્ચ સામે કારમાં આવીને પોતાના ગુના કબૂલ કરવાની સલાહ આપી છે.

જર્મનીએ કોરાનાની ટેસ્ટ ક્ષમતા વધારી દીધી છે, ત્યાં હવે અઠવાડિયાના પાંચ લાખ ટેસ્ટ થાય છે.

નોર્વેના હેજ ફંડે 124 અબજ ડૉલર ગુમાવ્યા છે.

ઈઝરાયેલ સરકારે પરમાણુ હુમલાથી બચવા માટે બનાવેલા બંકરમાં કોરોના માટેનો કન્ટ્રોલ રૂમ શરૂ કર્યો છે.

રશિયામાં કેસની સંખ્યા 800 ઉપર જતાં તમામ બિનજરૂરી દુકાનો બંધ કરાઈ છે. 27 માર્ચથી રશિયા આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો બંધ કરશે.

ઈરાને પણ દેશમાં આંતરીક પ્રવાસ પર પ્રતિબંધ જાહેર કર્યો છે.મદદ કરવા માટે થશે. આ પહેલા પણ બજેટ વખતે સિંગાપોર સરકારે કોરોના સામે લડવા 4.4 અબજ ડૉલરની જાહેરાત કરી હતી. ચીનની પડોશમાં આવેલો હોવાથી સિંગાપોર બહુ પહેલેથી કોરોનાની લપેટમાં આવ્યો હતો.