બધા માટે સૌથી મોટા સમાચાર, તમારી હેલ્થ ઇન્સ્યોરન્સ પોલીસીથી કોરોનાની સારવાર થઈ શકે?

બધા માટે સૌથી મોટા સમાચાર, તમારી હેલ્થ ઇન્સ્યોરન્સ પોલીસીથી કોરોનાની સારવાર થઈ શકે?

હાલમાં કોરોના વાયરસના વધતા કેસના કારણે લોકો હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓને ફોન કરી કરીને જાણકારી મેળવી રહ્યા છે. જો કે મોટા ભાગની પોલીસી કોરોના કવર આપી રહી છે. પરંતુ હાલમાં જો કોઈએ પોલીસી લીધેલી છે તો એને એક મહિના પછી ફાયદો મળશે. એટલા માટે લોકોને હજુ પુરતુ સમાધાન નથી મળી રહ્યું કે, આખરે મળશે કે કેમ? કોરોનાનો ઈલાજ આ પોલીસીમાંથી થશે કે નહીં થાય?

જેમ જેમ કોરોનાના કેસ વધતા ગયા એમ એમ હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓની માંગ વધતી ગઈ છે. પોલીસી બજારનું કહેવું છે કે, આ મહામારી પછી હેલ્થ ઇન્સ્યોરન્સને લઈ ડિમાન્ડમાં 30થી 40 ટકા જેટલો વધારો થયો છે. કોરોનાને પણ ડેન્ગયુ, મલેરિયા અથવા કોઈ અચાનક થનારી કોઈ બિમારીની જેમ જ કવર કરવામાં આવશે. મોટાભાગની પોલીસીમાં કોરોના જેવી બિમારી માટે 30 દિવસ વેઈટિંગ પીરિયડ હોય છે. ત્યારબાદ જ તમે પોલીસીનો લાભ લઈ શકો છો.

રેલિગેયર હેલ્થના પ્રોડક્ટ હેડ કહે છે કે, પોલીસી ખરીદ્યાના 30 દિવસ પછી આ પ્રકારની બિમારી કવર થાય છે. મતલબ એવો થયો કે, જો આજે પોલીસી લીધી હોય તો 30 દિવસ પછી કોઈપણ મેડિકલ ખરચો કવર થાય. પરંતુ હું અહીં એ પણ કહીશ કે, આમ તો 30 દિવસનો પીરિયડ છે પરંતુ કેટલીક પોલીસીમાં વધારે ઓછું થઈ શકે છે. તો કસ્ટમર પોતાની પોલીસીના દસ્તાવેજ ધ્યાનથી વાંચે.

પોલીસી બજાર ડોટ કોમના હેલ્થ ડિવીઝનના બિઝનેસ હેડ અમિત છાબડા કહે છે કે, જેની પાસે પહેલાથી જ એક હેલ્થ ઇન્સ્યોરન્સ પોલીસી છે તેને જોવું પડશે કે, એની પોલીસીમાં કોઈ બાકાત ( એક્સક્લૂજન ) તો નથી ને. શું તમારી પોલીસીમાં કોઈ એવો એક્સપ્લોજનનનો નથી કે કોઈ ગ્લોબલ pandemic હોય તો કવર ન થાય. કેટલીક કંપની એવી પણ છે કે, જે કવર નથી કરતી. પરંતુ મોટા ભાગની કંપની કવર કરે છે.