કોરોનાનો ભયંકર ડર: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે કરી જબરદસ્ત મોટી જાહેરાત

કોરોનાનો ભયંકર ડર: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે કરી જબરદસ્ત મોટી જાહેરાત

કોરોના વાયરસના કહેરના લીધે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો નિર્ણય લીધો છે. તેમણે અમેરિકામાં નેશનલ ઇમરજન્સીની જાહેરાત કરી દીધી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કોરોના વાયરસની સ્થિતિને લઇ પોતાના સંબોધનમાં કહ્યું કે રાજ્યોને આ મહામારીમાંથી ઉગારવા માટે 50 અબજ ડોલર અપાશે. તેમણે અમેરિકામાં ઇમરજન્સી જાહેર કરી દીધી છે. તેમણે સલાહકારો અને નિષ્ણાતોને કહ્યું હતું કે જો સમય પર કોરોનાને રોકવાના પ્રયાસ કર્યા નહીં તો તેનાથી 15 કરોડ લોકો પ્રભાવિત થઇ શકે છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે કોરોના વાયરસ પર લગામ લગાવા માટે આ મોટો નિર્ણય લીધો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે આવનારા દિવસોમાં આપણે કેટલુંક બલિદાન કરવું પડશે પરંતુ થોડાંક સમયનો આ ત્યાગ બાદ ફાયદાકારક સાબિત થશે. તેમણે કહ્યું કે આવનારા આઠ સપ્તાહ કઠિન છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 1100થી વધુ લોકો આ વાયરસની ઝપટમાં આવી ચૂકયા છે અને 40 લોકોના મોત થઇ ચૂકયા છે. એવામાં અમેરિકા જેવા વિકસિત અને સુવિધા સંપન્ન દેશ માટે પણ આ વાયરસ મોટો પડકાર બન્યો છે. આની પહેલાં સ્પેને પણ દેશમાં ઇમરજન્સી જાહેર કરી દીધી છે.

વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ કરીને ટ્રમ્પે કહ્યું કે હું સત્તાવાર રીતે દેશમાં ઇમરજન્સી જાહેર કરું છું. ટ્રમ્પે પોતાના અધિકારીઓની પ્રશંસા પણ કરી અને કહ્યું કે તેઓ ખતરનાક વાયરસ સામે લડી રહ્યા છે. નેશનલ ઇમરજન્સી એકટની અંતર્ગત જોગવાઇ છે કે સ્વાસ્થ્ય વિભાગ બજેટની મોટી રકમ સારવારમાં અને બીમારીની રોકવા માટે મોટી રકમ ખર્ચ કરી શકે છે. અત્યાર સુધી દુનિયાભરમાં આ વાયરસથી 135000 લોકો સંક્રમિત છે અને 4900 લોકોના મોત થઇ ચૂકયા છે.

ગયા સપ્તાહે બ્રાઝીલના રાષ્ટ્રપતિ બોલસોનારોના માહિતી પ્રમુખને મળ્યા બાદ કહી રહ્યા હતા કે ટ્રમ્પની પણ બરાબર તપાસ થવી જોઇએ કારણ કે બોલસોનારોના સહયોગી બાદમાં કોરોનાથી સંક્રમિત થયા હતા. બોલસોનારોના પ્રેસ સેક્રેટરીએ ટ્રમ્પ સાથે હાથ પણ મિલાવ્યો હતો.